વ્હેલ માછલીઓ પણ વાતો કરે છે. વૈજ્ઞાનિકોને પહેલાથી જ પુરાવા મળ્યા છે કે તેમની વચ્ચે નિયમિત વાતચીત થાય છે, જેની પોતાની ભાષા છે. હવે વૈજ્ઞાનિકો તે ભાષાની મૂળભૂત બાબતો શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સ્પર્મ વ્હેલ માછલીઓની ભાષાની એબીસીડી શીખવામાં પણ સફળ રહ્યા છે. દાંતવાળી પ્રજાતિઓમાં સૌથી મોટી સ્પર્મ વ્હેલ વાતચીત કરવા માટે 'કટ–કટ–કટ' અવાજોનો ઉપયોગ કરે છે. આ અવાજને કોડા કહેવામાં આવે છે અને તે મોર્સ કી જેવો લાગે છે.
વૈજ્ઞાનિકોએ પૂર્વીય કેરેબિયન સમુદ્રમાં ઘણા વર્ષેાથી રહેતી સ્પર્મ માછલીની વાતચીત રેકોર્ડ કરી છે. આ વિગતવાર માહિતીના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે તેમની વચ્ચેની વાતચીતની સિસ્ટમ ખૂબ જ અત્યાધુનિક છે.
સંશોધકોએ તેમના સંદેશાવ્યવહારમાં પાત્રોને પણ ઓળખ્યા છે અને જાણવા મળ્યું છે કે તેમના સંદેશાવ્યવહારમાં અન્ય પ્રાણીઓ અને માનવ ભાષાઓ સાથે સમાનતા છે. અન્ય દરિયાઈ જીવોની જેમ, સ્પર્મ વ્હેલ પણ ખૂબ સામાજિક પ્રાણીઓ છે. તેથી એકબીજા સાથે વાતચીત તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવા સંશોધનો તેમના સંદેશાવ્યવહાર વિશે માનવોની સમજને વિસ્તૃત કરે છે.
મેસેચ્યુસેટસ ઇન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજીમાં પીએચડી કરી રહેલી પ્રત્યુષા શર્મા આ સંશોધનના લીડર છે, જેનો અહેવાલ જર્નલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેણી સમજાવે છે કે વ્હેલના અવાજ વિષે પહેલા જેટલું વિચાયુ હતું તેના કરતાં પણ વધુ અભિવ્યકત કરે છે. હજુ ખબર નથી કે તેઓ શું કહી રહ્યા છે. અમે તેમના વર્તનના સંબંધમાં તેમના સ્વરનો અભ્યાસ કરી રહ્યા છીએ જેથી તે સમજી શકાય કે તે શું વાત કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech