સ્કૂલવાન શરૂ, વાલીઓને હાશકારો, છઝઘનું ચેકિંગ

  • June 19, 2024 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહીત રાજ્યભરમાં સ્કૂલ વર્ધી વાનના સંચાલકોએ સોમવારે અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી સરકાર સમક્ષ પાસિંગ સહિતની કામગીરી માટે સમય આપવાની માગ કરી ઉહાપો મચાવ્યો હતો પરંતુ સરકાર બાળકોની સુરક્ષાને લઇને બાંધછોડ કરવા માગતી ન હોવાી સ્કૂલ વર્ધી એસોસીએસન સો કોઈ વાતચીત ન કરતા એક જ દિવસમાં હડતાળ સમેટી લઇ રાબેતા મુજબ બાળકોને સ્કૂલે લેવા મુકવા માટે સ્કૂલવાન શરૂ કરી દેવામાં આવી હતી. સ્કૂલવાન શરૂ તા આજે આરટીઓ તંત્ર દ્વારા પણ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં બે સ્કૂલ બસ અને ચાર સ્કૂલ વાન સહીત ૯ જેટલા વાહનને નિયમ ભંગ બદલ ૨૧૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈને વાલીઓમાં હાંશકારો યો છે.
​​​​​​​
નવા શૈક્ષણિક સત્રની શરૂઆતી જ સ્કૂલ વાન ચાલકોને પાસિંગ, પરમીટ, વીમો તેમજ સીએનજી કીટ ઉપર બાંકડો રાખી બાળકોને બેસાડવાની મનાઈ કરી સીટિંગની ક્ષમતાી વધુ બાળકો ન બેસાડવા તેમજ વાહન ૨૦ની સ્પીડ સો ચલાવવા સહિતના નિયમોની અમલવારી કરાવવા માટે સરકાર દવારા આરટીઓ અને પોલીસ તંત્રને આદેશ કરવામાં આવતા સ્કૂલ શરૂ યાના પ્રમ દિવસે જ રાજકોટ આરટીઓ તંત્રએ સરપ્રાઈઝ ચેકીંગ હા ધરી પ્રમ દિવસે જ ૧૨ સ્કૂલ વાનના સંચાલકોને ૬૬૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ કામગીરી બે દિવસ ચાલતા આરટીઓના દંડના દંડા ન ખમી શકતા સ્કૂલ વર્ધી ના સંચાલકો એકઠા ઇ પાસિંગ, ટેક્સ, વીમો, પરમીટ સહિતની કામગીરી માટે આરટીઓ તંત્ર પાસે સમયની માગણી કરી હતી અને સીએનજી કીટ ઉપર બાળકોને બાંકડો રાખી બેસાડવા માટેનું કહ્યું હતું. જો સીટીંગ ક્ષમતા ઓછી ાય તો પોતાને ર્આકિ નુકસાની વેઠવાનો વારો આવે તેવી રજૂઆતો કરી હતી પરંતુ રજૂઆત અંગે સરકાર કે તંત્રએ કાન ન આપતા સ્કૂલ વર્ધી ચાલકોએ ગઈકાલે અચોક્કસ મુદતની હડતાળ પાડી 
સરકાર અને તંત્રનું નાક દબાવવા પ્રયાસ કર્યો હતો જેને પગલે વાલીઓને બાળકોને સ્કૂલે મુકવા તેડવા માટે પરસેવે રેબઝેબ વું પડ્યું હતું. ખાસ કરીને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્કૂલ વર્ધી એસોસિએશનની રજૂઆતને પગલે સરકાર આ મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં ન હોય આી ખાસ કોઈ ધ્યાન આપવામાં ન આવતા સ્કૂલ વાન ચાલકો પણ શાનમાં સમજી જઈ આરટીઓ તંત્ર ભલે દંડ કરે તેમ કહી સ્કૂલવાન ચાલુ કરી દેવામાં આવી હતી. સ્કૂલવાન શરૂ ઇ જતા વાલીઓ રાજી રાજી યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application