જે લોકો ખાડીના દેશોમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક ખુશ ખબર આવી છે. યુરોપના શેન્જેન જેવા વિઝા ગલ્ફના દેશો માટે પણ લોન્ચ થયા છે. ખાડીના દેશોએ બીજા દેશોના ટૂરિસ્ટો માટે નવી પોલિસી લાગૂ કરી છે. જેમાં ૧ વીઝાથી ખાડીના ૬ દેશમાં પ્રવાસ કરી શકાશે. ખાડીના ૬ ઇસ્લામિક દેશોના સમૂહે ગલ્ફ કોર્પેારેશન કાઉન્સિલ નામની એક ટૂરિસ્ટ પોલિસી લાગૂ કરી છે. જેમાં તમે ૧ વીઝા લઈને સાઉદી અરબ, સંયુકત આરબ અમીરાત, બહરીન, કુવૈત, કતર અને ઓમાન એમ કુલ ૬ દેશમાં એક મહિના સુધી ફરી શકશો. આ પોલિસી લાગૂ કરવા પાછળનો હેતુ પ્રવાસનને આગળ લઈ જવાનો છે. આ અંગે જાણકારી યુએઈના અર્થવ્યવસ્થા મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરીએ આપી હતી. આવી સિંગલ એન્ટ્રી વીઝા સિસ્ટમ પર ખાડીના દેશોએ ગયા વર્ષે ઓકટોબરમાં વાતચીત શ કરી હતી.આ અંગે ઓમાનના ટૂરિઝમના મંત્રી સલેમ બિન મોહમ્મદ અલ માકે જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે, આ વીઝા સિસ્ટમ માટે દરેક ૬ દેશોનું ફીડબેક લેવામાં આવ્યું હતું.
યુએઈસહિતના ખાડી દેશો પોતાના તરફ પર્યટકોને ખેંચવા માંગે છે. આનાથી હોટલ સેકટર આગળ વધે છે. હવે આ પોલિસી લાગૂ થતા ોો વીઝા દ્રારા ટૂરિસ્ટોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી શકે છે. યુએઈના અધિકારીઓનું અનુમાન છે કે, સિંગલ એન્ટ્રી વીઝા સિસ્ટમથી વર્ષ ૨૦૩૦ સુધી પ્રવાસીઓની સંખ્યા ૧૨.૮૭ કરોડ થઈ જશે.એના કારણે ખાડીના દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
ખાડીના આ ૬ દેશોની પ્રવાસની વીઝા પોલિસી યૂરોપની શેંગન વીઝા પોલિસી હેઠળ બનાવવામાં આવી છે. જેમાં તમે શેન્જેન વીઝા કઢાવી ૨૭ યૂરોપીય દેશોનો પ્રવાસ કરી શકો છો. આનાથી પ્રવાસીઓની સંખ્યા વધે છે. શેંગેન વીઝા કઢાવી શેંગેન ક્ષેત્રમાં ફરી શકો છો માટે તેને શેંગેન વીઝા નામ આપવામાં આવ્યું છે. શેન્જેનવીઝાથી તમે ૯૦ દિવસ સુધી યૂરોપમાં રહી શકો છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech