વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીઝીટલ ઇન્ડિયાની પહેલના પગલે ગ્રામ પંચાયતથી લઇ સંસદ સુધી ઓનલાઇન કામગીરી કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને લઇને સરકારી કચેરીઓમાં મોટા ભાગની પબ્લિક સેવા ઓનલાઇન કરવામાં આવી છે. આ કારણે અરજદારોનો સરકારી કામકાજ માટે સમય અને પૈસાનો વ્યય પણ બચી રહ્યો છે. ખાસ કરીને રાય સરકારના વાહન વ્યવહાર વિભાગ હેઠળની આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સથી લઇ વાહનની ટેસ્ટ માટેનું બુકીંગ સહિતની ૨૫થી વધુ સેવા ઓનલાઇન કરવામાં આવતા લોકોને આરટીઓ સુધી જવું નથી પડતું. ત્યારે રાજકોટ આરટીઓ કચેરી દ્રારા આર.સી.બુકને લઈને મહત્વની ઓનલાઇન કયુઆર કોડ સેવા શ કરનાર લગભગ રાયની સૌ પ્રથમ આરટીઓ બની છે.
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડની સુઝબુઝ અને માર્ગદર્શનથી જિલ્લાના લાખો વાહન ચાલકોને આર.સી.બુક કોઈ પણ જાતની મુશ્કેલી વગર અને સરળતા પૂર્વક મળી રહે એ માટે કયુઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે વાહન ચાલકોને આર.સી.બુક સ્પીડ પોસ્ટ મારફતે તેમના એડ્રેસ સુધી ન પહોંચી હોઈ અથવા તો કોઈ કારણોસર રિટર્ન થઇ હોઈ તો આર.સી.બુકનું સ્ટેટસ જાણવા માટે કયુઆર કોડને સ્કેન કરવાનો રહેશે અને તેમાં લિંક ખુલતાની સાથે વાહન નંબર લખવાનો રહેશે જેના આધારે આર.સી.બુક આરટીઓ કચેરીમાં છે કે નહીં તે ખબર પડી જશે. જો એકસેલ સીટમાં તમારો વાહન નંબર જોવા મળે તો આર.સી.બુક આરટીઓ કચેરીએ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે આવી લઇ જવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨થી લઈને અત્યાર સુધીમાં આરટીઓ કચેરીએ કુલ ૬૩૦૦ આર.સી.બુક કોઈ કારણોસર પરત ફરી છે અને લોકો આર.સી.બુક વગર વાહન ચલાવી રહ્યા છે ત્યારે આ સેવાથી લોકોને સરળતા પૂર્વક આર.સી.બુક હેન્ડ ટુ હેન્ડ મળી રહેશે
આર.સી.બુક કચેરીમાં છે કે નહીં, આ રીતે ચેક કરો
(૧) સૌ પ્રથમ બાજુમાં આપેલો કયુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરો
જો કયુઆર કોડ સ્કેનર ન હોય તો ડાઉન લોડ કરવાનું રહેશે)
(૨) સ્કેન કરતાની સાથે લિંકમાં એકસેલ સીટ ખુલશે
(૩) એકસેલ સીટમાં ઉપર તમારો વાહન નંબર લખવાનો રહેશે
(૪) વાહન નંબર લિસ્ટમાં હશે તો તેની ઉપર સિલેકટ થયેલું બતાવશે
જેનો મતલબ તમારી આર.સી.બુક આરટીઓ કચેરીમાં છે
(૫) આધાર કાર્ડ–ચૂંટણી કાર્ડ સાથે આરટીઓ કચેરીએ જવાનું રહેશે
(૬) એડ્રેસનું વેરીફિકેશન બાદ આરસી બુક આપવામાં આવશ
અરજદારોની સરળતાને ધ્યાનમાં રાખી સેવા ઉપલબ્ધ કરાઈ: કે.એમ.ખપેડ
રાજકોટ આરટીઓ કચેરીમાં વર્ષ ૨૦૨૨થી લઈને અત્યાર સુધીમાં કુલ ૬૩૦૦ આર.સી.બુક કોઈને કોઈ કારણોસર પરત આવી છે અને અરજદારો પોસ્ટમાં તપાસ કરાવતા હોઈ છે એમ છતાં યોગ્ય માર્ગદર્શન ન મળતા આર.સી.બુક મેળવવા માટે અન્ય કોઈ પ્રયત્ન કરવાંમાં આવતા નથી અથવા તો નવી અરજી કરે છે. ત્યારે લોકોની પરત થયેલી આર.સી.બુક સરળતા પૂર્વક મળી શકે એ માટે કયુઆર કોડ સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech