સાગર પરમાર
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાથી સુધારાઓ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને વહીવટી પ્રક્રિયાઓને પારદર્શક કરવા માટેના શકય તમામ પ્રયત્ન હાથ ધરવા આવી રહ્યા છે, પરંતુ હોસ્પિટલના ચોક્કસ તબીબ–નસગ સ્ટાફ સહિતના કર્મચારીઓના કારણે વારંવાર હોસ્પિટલ બદનામ થઇ રહી છે. ત્યારે વધુ એક વખત ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની યોજનાનો લાભ નસગ કર્મચારીઓએ લઇ પોતાના અને પરિવારના જુદા જુદા ઇન્વિસ્ટિગેશન માટેના બ્લડ સેમ્પલ ખાનગી લેબોરેટરીમાં કરાવી લીધાનું એજીલસ ડાયોસ્ટિક લેબના દર મહિને આવતા બિલિંગમાં જોવા મળતા ગાયનેક વિભાગના જવાબદારોની આખં પણ પહોળી થઇ ગઈ હતી અને સમગ્ર ભાંડાફોડ થયો હતો બાદમાં રિપોર્ટ કરાવનાર આ બે નસગ કર્મચારીઓને બોલાવી વિભાગના વડા સહિતનાએ પુછપરછ કરી હતી. સમગ્ર પ્રકરણ બહાર ન આવે એ માટે ઢાંકોઢૂબો કરવા માટે વચ્ચેનો રસ્તો કાઢી નસગ સ્ટાફ પાસેથી પૈસાની ચુકવણી કરાવવામાં આવી છે.
ચર્ચાસ્પદ બનાવની પ્રા માહિતી મુજબ ઝનાના હોસ્પિટલના ગાયનેક વિભાગના બે થી વધુ નસગ સ્ટાફમાં કેટલાકએ પોતાના અને પરિવારના બોડી ચેકઅપ માટેના ઇન્વેસ્ટીગેટ રિપોર્ટ કરવાના હોય એ સ્વ ખર્ચે નહિ પરંતુ પીપીપી યોજના હેઠળ સિવિલ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવેલી એજિલસ લેબમાં સેમ્પલ મોકલી આપી રિપોર્ટ કરાવી લીધા હતા અને તેનો ખર્ચ સરકારી બિલમાં ઉધારી દેવામાં આવ્યો હતો.
જો કે સમગ્ર મામલો પ્રકાશમાં ત્યારે આવ્યો જયારે એજિલેસ લેબ દ્રારા મોકલવામાં આવેલા બિલના રેફરન્સમાં ગાયનેક વિભાગના તબીબનું નામ આવતા જ તબીબ ચોંકી ગયા હતા અને તપાસ કરી બિલમાં જે નસગ કર્મચારીના નામ હતા તેમને બોલાવવામાં આવ્યા હતા અને પુછપરછ કરતા માફામાફી થઇ હતી. આ મામલે લાબું મંથન ચાલ્યું હતું અને બિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં સહી માટે જશે ત્યારે આ બાબત સામે આવી શકે તેવો ભય ઉભો મનોમન થયો હોવાથી શું કરવું એ બાબતે મઠાગાંઠ સર્જાઈ હતી. અંતે બંને મહિલા નસગ કમર્ચારી પાસે રિપોર્ટના પૈસા લેવામાં આવ્યા હતા. ત્યારે આ પરથી એ પણ શંકા સેવાઈ રહી છે કે, આ માત્ર બે જ નસગ કર્મચારીના કારનામા બહાર આવ્યા છે, અગાઉ દર્દીઓના નામે કેટલાક રિપોર્ટ કર્મચારીઓએ કરાવી લીધા હોઈ શકે છે. આ મામલે એજિલસ લેબના બિલ ચેક કરવામાં આવે તો સાચી હકીકત સામે આવી શકે છે. ત્યારે આવી ગેરપ્રવુતિઓ ન થાય એ માટે પણ એક સિસ્ટમ ઉભી કરવી આ જોતા ફરજીયાત બની છે. જયારે પોતે સરકારી કર્મચારી હોવા છતાં ગરીબોની યોજનામાથી પોતાનો અંગત લાભ લેવા બદલ હોસ્પિટલ તત્રં નસગ કર્મચારી સામે ઉદાહરણ પ કાર્યવાહી કરે છે કે કેમ ? એ પણ જોવું રહ્યું.
૫૦ હજારથી વધુના પગારદાર નસિગ કર્મીએ ગરીબોના હકક ઉપર તરાપ મારી
જે બે નસગ કર્મચારીઓએ પોતાના અને પરિવારના રિપોર્ટ એજિલેસ લેબમાં કરાવ્યા છે, તે રિપોર્ટનો ખર્ચ આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલો થાય છે જયારે નસગ કમર્ચારીનો પગાર ૫૦ હજારથી વધુ હોઈ શકે છે એમ છતાં સરકારી તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડવાની સાથે દર્દીઓની યોજનાનો પોતે ફાયદો લીધો હોવાનું ફલિત થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ સમયે સરકારી કર્મચારીઓના આયુષ્માન કાર્ડ માટેના કેમ્પમાં સિવિલના પૂર્વ નસગ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા કાર્ડ કઢાવવામાં આવ્યું હતું અને પત્નીનો ૧૦૦૦ કે તેથી ઓછી–વધુ રકમનો એમઆરઆઈ કરાવતા ગાંધીનગર સુધી ફરિયાદો થઇ હતી અને સરકાર દ્રારા તેમની ડિમોલાઈઝ કરીને બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે આ મુદ્દો પણ તે ને જ સ્પર્શતો હોવાથી સરકાર દ્રારા શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું.
આમા રોગી કલ્યાણ સમિતિની જાવક કેમ ઘટે?
થોડા દિવસો પહેલા જ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં આર.કે.એસની રેવન્યુ વધારવા માટે અને ખોટા ખર્ચ ઘટાડવા માટેની હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી. પરંતુ આવા કમર્ચારીઓના કારણે આવક વધવાની તો ઠીક પોતાના રિપોર્ટના ખર્ચ પણ રોગી કલ્યાણ સમિતિના પૈસામાંથી ચુકવાતા આર.કે.એસ.માં વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech