બાટલા, ટેન્કર સહિત ૩૨.૨૯ લાખનો મુદામાલ કબ્જે
જામનગર-રાજકોટ હાઇવે હોટલના પાર્કિંગમાં ગેસ ટેન્કરમાંથી રીફીલીંગ ચાલી રહયું છે એવી હકીકત આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રીફીલીંગ કરતા પડધરીના હોટલના ધંધાર્થી અને બે યુપીના શખ્સ મળી ૩ શખ્સોને પકડી લીધા હતા અને કુલ ૩૨.૨૯ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા ધ્રોલ સર્કલ પીઆઇ એ.આર. ચૌધરી, પીએસઆઇ પી.જી. પનારાની સુચના મુજબ સ્ટાફના માણસો ધ્રોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટાફના પો.કોન્સ રાજેશભાઇ મકવાણાને બાતમી મળેલ કે જામનગર-રાજકોટ હાઇવે રોડ, શિવમ હોટલના પાર્કીંગમાં અમુક ઇસમો ગેરકાયદે રીતે ગેસ ભરેલા ટેન્કરના વાલ્વ બોક્ષનું સીલ તોડી રબ્બરની પાઇપ દ્વારા ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.
જે હકીકત આધારે રેઇડ કરતા ત્યાથી હોટલવાળો દેવરામ દોલારામ ચૌધરી (ઉ.વ.૩૮) રહે. ૪૫-એ, બસ સ્ટેન્ડની સામે પડધરી, મોહમદ નસીમ મોહમદસમી (ઉ.વ.૩૮) રહે. નોઆપુર પ્રતાપગઢ, યુપી, તથા મોહમદ સલીમ મોહમદ હફીજ (ઉ.વ.૪૦) રહે. પુરેકવલી સદર, પ્રતાપગઢ યુપી નામના ૩ ઇસમોને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદે રીતે ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસના ખાલી બાટલામાં ગેસનું રીફીલીંગ કરતા હોય જેથી પકડી લીધા હતા.
આ જગ્યાએથી કુલ ૯ બાટલા, એક ગેસ ટેન્કર, ગેસ રીફીલીંગ માટેના અન્ય સાધનો મળી કુલ કિ. ૩૨.૨૯.૯૬૬ના મુદમાલ સાથે મળી આવેલ જેની સામે ધ્રોલ પોલીે કલમ ૨૮૫, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે પર ગેસ ટેન્કરોમાંથી ગેરકાયદે રીફીલીંગનું કારસ્તાન અગાઉ પણ પોલીસે પકડી પાડયુ હતું ઉપરાંત બાટલામાથી રીફીલીંગ કરનારાઓ પણ અગાઉ પકડાઇ ચુકયા છે ત્યારે આ પ્રકારના જોખમ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જરુરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech