રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન–૧માં વર્ષેા જુના મિલકતોના દસ્તાવેજો અન્યોના નામોના બનાવીને મસમોટુ કૌભાંડ ચાલતું હોવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. પ્ર.નગર પોલીસે આઉટ સોસિંર્ગના ૮ જેટલા કર્મચારીઓને ઉઠાવી લઈને પુછતાછ હાથ ધરી છે. કચેરીમાંથી ૧૦ જેટલા દસ્તાવેજો તો ગાયબ છે. આ મિલકતો ઉપરાંત અન્ય મિલકતોના દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી નાખી મોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
સબરજીસ્ટ્રાર કચેરીમાં જ એક વ્યકિત પોતાના નામના દસ્તાવેજ એન્ટ્રીમાં અન્યના નામનીનોંધ પડી ગઈ હોવાની ફરિયાદ કરી હતી. જે આધારે સબરજીટ્રાર કચેરી દ્રારા જ કરાયેલી તપાસમાં સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું. પોલીસ કમિશનર સુધી ફરિયાદ પહોંચી હતી. આઈપી મિશન સ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલી સબરજીસ્ટ્રાર કચેરી ઝોન–૧માં કારસ્તાન થયું હોવાથી ત્યાં તપાસમાં પ્ર.નગર પોલીસે જયદીપ શાંતિલાલ ઝાલા, જયેશ, અર્જુન ઝાલા સહિત ૮ને સકંજામાં લીધા છે. બનાવ સંદર્ભે હજી સતાવાર ફરિયાદ ન નોંધાઈ હોવાનું અને સકંજામાં લીધેલા શખસોની પુછતાછ ચાલુ હોવાનું પ્ર.નગરના પીઆઈ જનકાંતે જણાવ્યું હતું. સબ રજીસ્ટ્રાર કચેરીના જ કર્મચારી દ્રારા આજે બપોર બાદ ફરિયાદ આપવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ્ર થશે તો પણ પીઆઈ દ્રારા ઉલ્લેખ કરાયો છે.
કૌભાંડ સંદર્ભે આપેલી પ્રાથમીક વિગતોમાં ઝોન–૧ સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક પ્લોટ ધારક દ્રારા પોતાના પ્લોટમાં અન્ય નામની એન્ટ્રી થઈ ગયાની ફરિયાદ આપી હતી. સબ રજીસ્ટ્રાર દ્રારા તપાસ કરાતા એ વ્યકિતનો પ્લોટનો દસ્તાવેજ અન્ય કે જેના નામે એન્ટ્રી પડી છે તેના નામે બની ગયો હતો. પ્લોટ ધારકે પોતાનો જુનો ઓરીજનલ દસ્તાવેજ રજુ કરતા સબ રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ પણ ચમકી ઉઠયા હતા. અંદરના જ કોઈ કર્મચારીઓ દ્રારા કૌભાંડ થતું હોવાની આશંકાએ ઝોન–૧ કચેરીના અધિકારી તથા સ્ટાફ દ્રારા તપાસ કરાતા આવા ૧૦ જેટલા દસ્તાવેજો ગાયબ હોવાનું અને નામોમાં છેડછાડ સાથે અન્યોના નામે બની ગયા હોવાની આશંકા દેખાઈ હતી જેથી સમગ્ર કૌભાંડ સંદર્ભે પોલીસ કમિશનર સમક્ષ લેખીત ફરિયાદ અપાઈ હતી. પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી હતી. કૌભાંડમાં આઉટ સોસિગમાં કોમ્પ્યુટર સુપરવાઈઝર તરીકેનોકરી કરતા કોઠારીયા રોડ ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા જયદીપ શાંતિલાલ ઝાલાને તેમજ તેની સાથે કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો મળી ૮ શખસોને ઉઠાવી લીધા છે. આ શખસોએ મળીને દસ્તાવેજો બારોબાર અન્યોના નામે ટ્રાન્સફર કરીને મોટું કારસ્તાન આચર્યાની અને કૌભાંડ મોટું ખુલે તેવી પોલીસે આશંકા દર્શાવી છે.
જયદીપના એકિટવામાંથી દારૂની બોટલ મળી આવી
બોગસ દસ્તાવેજમાં ઉઠાવી લેવાયેલ આઠ શખસો પૈકી જયદિપ શાંતિલાલ ઝાલા પાસેથી પોલીસે એકિટવા પણ કબજે કયુ છે. એકિટવા શંકાસ્પદ દેખાતા પ્ર.નગર પોલીસે ચેક કયુ હતું. અંદરથી અર્ધી બોટલ દારૂ અને ૧,૧૭,૮૦૦ રૂપિયા રોકડા પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ પરમારની ફરિયાદના આધારે હાલ તો જયદિપ પર પ્રોહિબીશનનો ગુનો નોંધી ધરપકડ કરાઇ છે. રોકડ વિશે જયદિપ મગનું નામ મરી પાડયું ન હતું. બોગસ દસ્તાવેજો કે આવી જ કોઇ રકમ હોવાની પોલીસને શંકા છે. એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં સમગ્ર તપાસ ચલાવાઇ રહી છે.
ઓપરેટરના આઇપી એડ્રેસથી સ્કેન
સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું સ્કેનનું કામ આઉટ સોર્સ પરના કર્મચારીઓ કોમ્પ્યુટર ઓપરેટરો કરતા હોય છે. આઉટ સોસિગ પર કર્મચારીઓનો કોન્ટ્રાકટ હર્ષ સોનીનો હોવાનું જાણવા મળે છે. નામ ચેંજ સહિતના કારસ્તાન થતા હોવાની પોલીસે આશંકા સેવી છે. ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ કઇ રીતે ચાલતું હતું તે સ્પષ્ટ્ર થશેનું પોલીસનું કહેવું છે.
ચાર દાયકા કે તેથી વધુ જૂની મિલકતોના દસ્તાવેજો પર કૌભાંડ આચરાયું!
સબ રજીસ્ટ્રાર કચેરીમાં વીસ, ચાલીસ વર્ષ કે તેથી વધુ સમય પહેલા નોંધાયેલા દસ્તાવેજોની નકલો રદી જેવી બની ગઇ હોવાથી આ દસ્તાવેજો સ્કેન કરી લેવાયા છે. આવા જુના દસ્તાવેજોમાં વર્ષેાથી કોઇ એન્ટ્રીઓ પડી ન હોય, મિલકતધારકો હૈયાતી ન હોય કે રાજકોટ નહીં અન્યત્ર અથવા વિદેશમાં વસતા હોય અથવા તો ઘણા એવા હશે કે તેઓને તેમની પુર્વજોની આવી મિલકતોનો ખ્યાલ પણ ન હોય તેવી જુની મિલકતો ટાર્ગેટ કરાતી હોવાનું પોલીસનું અનુમાન છે. આવી મિલકતોના સર્વેના જુના રદી દસ્તાવેજો કે જે કોમ્પ્યુટરમાં સ્કેન થઇ ગયા છે તેના મુળ માલિકોના નામને બદલે છેડછાડ કરીને અન્યના નામના દસ્તાવેજો બનાવી લેવાયા છે. આવી મિલકતો પર કબજા થઇ હોવાની કે બારોબાર વેચાઇ પણ ગયા હોવા સુધીની પોલીસને આશંકા છે.
મોબાઈલ સતત નો–રિપ્લાય રહ્યો હતો.
સમગ્ર કૌભાંડમાં પોલીસે જે વિગતો આપી તે ઉપરાંત કારસ્તાન કઈં રીતે થયું કોની શું ભુમીકા હતી ? કેટલા સમયથી તપાસ થતી હતી ? કેટલા બોગસ દસ્તાવેજો બન્યા કે કેમ ? કેટલા દસ્તાવેજો ગુમ ? તે સહિતના મુદ્દે સતાવાર માહિતી મેળવવા સબ રજીસ્ટ્રાર અતુલ દેસાઈનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા કદાચ કોઈ ટેન્શનલના કારણે તેમનો મોબાઈલ સતત નો–રિપ્લાય રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech