"આપ" દ્વારા આક્ષેપો સાથે પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનીના સરવેમાં ગોલમાલ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી હકદાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે. સરકાર દ્વારા જુલાઈ અને ઓગસ્ટના નુકસાન માટે સરવેની જાહેરાત કરી અને પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ. 22,000, બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ. 11,000/- રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી છે...!
આ સરવેમાં જે ટીમ ગઈ હતી, એ ટીમો એમને આખી સર્વેની પ્રક્રિયાને ઠેબે ચડાવી...! દરેક ખેતરે સરપંચ અને તલાટીને સાથે રાખી નુકસાનીનું પંચરોજ કામ કરવાને બદલે માત્ર ઓફિસમાં બેસી, ક્યાંક ક્યાંક તો ગામના કોઈક આગેવાનને માત્ર ફોનથી પૂછીને નુકસાનીના આંકડા લખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને મળવા પાત્ર જે રકમ હતી એ મળી નહિ. ખેડૂતો પાસે સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરાવડાવવામાં આવ્યા જ્યારે સહાયની રકમ જમા થઈ ત્યારે ખબર પડી કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે.
સરવેમાં ગયેલી ટીમ દ્વારા ખોટા આંકડાઓ લખવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે અમુક આખેઆખા ગામો સહાય અને સરવેથી જ બાકાત રહી ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમુક ખેડૂતોને સહાયથી બાકાત રાખવામાં આવ્યા. જેને સહાય મળી રહી છે તે ખેડૂતોને નુકસાનીનું ક્ષેત્રફળ ઘટાડી ઓછી સહાય મળે એ માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે...!
સરવેના આવા તરકટની એક તટસ્થ એજન્સીને સંપૂર્ણ તપાસ સોંપવામાં આવે તેમજ ખેડૂતો સાથે આ એક પ્રકારે છેતરપિંડી કરી છે, તે તમામ અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્ર અને લેખિત આવેદનપત્ર પાઠવી અને રજૂઆતો કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech