સાવરકુંડલાના વેપારી સાથે રાજકોટની માર્કેટિંગ એજન્સીના નામે બાળકોના ડાયપરની ડીલરશીપ આપવાનું કહી જુદા જુદા નંબરમાંથી ફોન કરીને .૪૬,૪૨૬ની છેતરપીડી કરવામાં આવતા વેપારીએ સાવરકુંડલા રલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.
સાવરકુંડલાના વિજપડી ગમે રહેતા અને મધુરમ એન્ટરપ્રાઇઝ નામથી આઈસ્ક્રીમ, કોલ્ડિ્રંકસની એજન્સી ધરાવતા આશિક અબ્બાસભાઈ દિલાવરહત્પસેન રાસભરીયા (ઉ.વ.૫૦) નામના વેપારીએ રલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી એકાદ મહિના પહેલા મારા નંબરમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હત્પં રાજકોટની શ્રી માર્કેટિંગ એજન્સીમાંથી બોલું છું અને બાળકોના ડાયપર મેની પોકો પેન્ટસ નામની ડીલરશીપ તમને આપવાની છે, તમને આમાં કમિશન મળશે. તમારી માર્કેટમાં સારી છાપ છે અને વીજપડીના મેડિકલ સ્ટોર્સના પણ નામ આપ્યા હતા આથી વેપારીને ભરોસો આવી જતા મેં હા પાડી હતી. આથી તેણે કહ્યું હતું કે, વીજપડીમાં અમારા સેલ્સમેનએ અલગ અલગ ઓર્ડર લીધા છે તો તમે ત્યાં માલ પહોંચાડજો આ માલ ,૧૭,૭૪૬નો છે જેનું બિલ જીએસટી સાથેનું અને પેમેન્ટ માટેનો કયુઆર કોર્ડ પણ મને મોકલ્યો હતો. જેમાં શ્રી માર્કેટિંગનું સરનામું પ્લોટ નં ૬,૧૨ શેરી નં–૬, બોમ્બે હોટેલ સામે, વિજય પ્લોટ, ભકિતનગર રાજકોટ લખ્યું હતું. આથી મેં વિશ્વાસમાં આવી જઈ ,૧૭,૭૪૬ યુપીઆઈથી મોકલી આપ્યા હતા. બાદમાં બપોરે બીજો ફોન આવ્યો હતો કે, વીજપડીના આજુબાજુના ગામમાં પણ બીજા ઓર્ડર લીધા છે જેનું બિલ ૧૧,૭૭૨ થાયછે, તમે હા પાડી તો ઓર્ડર વધારી દઉં, બાદમાં રાત્રે અન્ય એક વ્યકિતનો ફોન આવ્યો હતો કે, વાવેરા ગામેથી બોલું છું, તમે રાજકોટની ડીલરશીપ લીધી છે તેમાં કામ કં છું, બીજા ઓર્ડર લીધા છે હત્પં તમને સવારે ફોન કરીશ, જે બાદ બીજા દિવસે રાજકોટના વ્યકિતનો ફોન આવ્યો હતો કે, ગાડી અત્યારેથોડીવારમાં નીકળે છે, અને એક ૧૭,૨૦૮નો ઓર્ડર આવ્યો છે તમે કયો તો તેમાં જ નાખી દઉં જેની હા પાડી હતી. બાદમાં બપોરે ફોન મેં કરતા ફોન નંબર બધં આવ્યો હતો અને બે દિવસ સુધી સતત ફોન કરતા ફોન ઉપડતો નહતો. બાદમાં એ રાજકોટ તપાસ કરાવતા આવી કોઈ એજન્સી ન હોવાનું જાણવા મળતા આથી મારી સાથે ફ્રોડ થયાનું લાગતા મેં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech