સૌરાષ્ટ્ર્ર –કચ્છમાં વાવાઝોડા સાથે માવઠું: ત્રણના મોત

  • May 30, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાગળની જેમ પતરા, હોડિગ ઉડા: વીજળી પડી: વૃક્ષો ધરાશાયી: ઠેર ઠેર પાણી ભરાયા : વીજ પુરવઠો ખોરવાયો




છેલ્લા થોડા દિવસથી ગુજરાતને ધમરોળી રહેલા માવઠાએ ગઈકાલે સૌરાષ્ટ્ર્ર– કચ્છનો વારો કાઢો હતો. સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૌરાષ્ટ્ર્ર કચ્છના જામનગર જુનાગઢ સાવરકુંડલા અમરેલી મોરબી ટંકારા આમરણ વીરપુર જામકંડોરણા ગોંડલ ધોરાજી જાફરાબાદ રાજુલા સહિત અનેક શહેરોમાં વાવાઝોડાની ઝડપે પવન ફંકાયો હતો અને વરસાદ પડો હતો.





હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના ૩૨ તાલુકામાં સામાન્યથી પોણા બે ઈંચ જેટલો વરસાદ થયો છે.સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ ભાવનગરના પાલીતાણામાં અને રાજકોટના ધોરાજીમાં દોઢ ભાવનગર જિલ્લાના શિહોર રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક એક ઈંચ પાણી પડું છે.





પ્રતિ કલાકના ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાયો હતો અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૫૦ કિલોમીટર આસપાસ પહોંચી ગઈ હતી. તોફાની પવન કરા વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે માવઠું થતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાસાઈ ગયા હતા. હાઈવે પર વૃક્ષો પડવાના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ હતી. વાવાઝોડા સાથેના વરસાદના કારણે ત્રણ વ્યકિતના મૃત્યુ થયા છે.



રાજકોટમાં બપોરે ચાર વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. તોફાની પવનથી રેસકોર્સમાં ડોમ તૂટી પડો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા અને વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે વરસાદ થયો ન હતો.



જેતપુરમાં જોરદાર પવન સાથે વરસાદ ત્રાટકયો હતો. ચાંપરાજપુર પાસે ફાર્મ હાઉસના પતરા રિપેર કરવા માટે ચડેલા અતુલ પોપટભાઈ વઘાસિયા (ઉંમર વર્ષ ૩૫) નું નીચે ફટકાતા મૃત્યુ થયું છે યારે મનસુખભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ ૬૦) અને કિશનભાઇ દેવીપુજક (ઉંમર વર્ષ ૩૦) ને ઈજા થઈ છે. જેતપુરમાં જેટકોના પાવર હાઉસમાં આગ લાગી હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
સાવરકુંડલામાં આવેલી નદી બજારમાં પણ પતરા ઉડા હતા. બાબરાના સુકવડા ગામે મકાન રીપેર કરવાનું કામ કરતા હતા ત્યારે માથે વીજળી પડી હતી અને એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. જામકંડોરણાના બાલાપર ગામે વીજળી પડવાથી બળદનું મૃત્યુ થયું છે.



ધોરાજીમાં હાઇવે પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી જતા થોડા કલાકો સુધી વાહન વ્યવહાર બધં કરી દેવાયો હતો. ગોંડલમાં ગોડાઉન પર વીજળી પડી હતી અને ટંકારામાં હોટલના છાપરા ઉડા હતા. આમરણમાં હાઇવે પર એક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા મંડપ ઊડી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application