સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ માટે એન્ટ્રી સ્વીકારવાનું શરૂ કરાયું

  • September 13, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને ભવનના વિધાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે યુવક મહોત્સવની તૈયારી યુનિવર્સિટીમાં શ થઈ ગઈ છે. આ માટેના જુદી જુદી સ્પર્ધાના એન્ટ્રી ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ગઈકાલથી શ કરી દેવામાં આવી છે અને આગામી તારીખ ૨૭ સુધી ફોમ સ્વીકારવામાં આવશે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આ માટેની તારીખ જાહેર કરવામાં આવશે અને મોટાભાગે ઓકટોબર માસમાં યુવક મહોત્સવ યોજવામાં આવશે. ત્રણ દિવસ માટે યુવક મહોત્સવ યોજાઈ તેવી શકયતા છે, આ ત્રણ દિવસ દરમિયાન કલાકારો, કોઓડીનેટરો, જજ વગેરે માટે ભોજન વ્યવસ્થા યુનિવર્સિટી દ્રારા કરવામાં આવનારી છે.
યુનિવર્સિટી દ્રારા છેલ્લા વર્ષેાથી દર વખતે યુવક મહોત્સવ યોજાય છે અને આ વખતે ૫૨મો યુવક મહોત્સવ યોજવામાં આવશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવશે. એન્ટ્રી ફોર્મની સાથે સાથ એલિજીબીલીટી ફોર્મ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્રારા સ્વીકારવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોલેજો અને ભવનના વડાઓએ તેમના વિધાર્થીઓને એન્ટ્રી સામે જરી ડોકયુમેન્ટ મોકલી આપવાના રહેશે.
ગયા વખતે યુનિવર્સિટીનો યુવક મહોત્સવ યોજાશે કે નહીં તે બાબતે લાંબો સમય સુધી અવઢવ ભરી પરિસ્થિતિ હતી. પરંતુ છેલ્લી ઘડીએ યુવક મહોત્સવ યોજાયો હતો. આ વખતે પણ ઇન્ચાર્જ કુલપતિ હોવા છતાં યુવક મહોત્સવ યોજવાની પ્રક્રિયા સમયસર શ કરી દેવામાં આવી છે. ગયા વખતે અવઢવભરી પરિસ્થિતિના કારણે યુવક મહોત્સવ મોડો યોજાયો હતો અને તેના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં વિજેતા બનેલા ઉમેદવારો રાય અને રાષ્ટ્ર્રીય કક્ષાની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં ભાગ લેવા માટે સમય મર્યાદાના મામલે એલિજેબલ થયા ન હતા. આ બાબતે ગયા વખતે પણ ભારે વિરોધ ઊઠો હતો, જો કે આ વખતે સમયસર સ્પર્ધા યોજાતી હોવાથી રાય અને રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધાઓમાં એલિજીબીલીટીના મામલે કોઈ પ્રશ્ન નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application