સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાયની ૧૧ યુનિવર્સીટીઓમાં આ વર્ષે ચાર વર્ષના અંડર ગ્રેયુએટ અભ્યાસક્રમોમાં કોલેજો અને યુનિવર્સિટી દ્રારા અપાતા સીધા પ્રવેશને બધં કરીને ગુજરાત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલી નવી વ્યવસ્થા મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે અને તે માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ ગઈકાલે મોડી સાંજે પ્રવેશના નિયમો અને તે સંદર્ભે જરી ગાઈડલાઈન જાહેર કરી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલસચિવ રમેશભાઈ પરમારની સાઇનથી ગઈકાલે મોડી સાંજે જાહેર કરવામાં આવેલી એડમિશન ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ(એસીપીસી) અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેનેજમેન્ટ કોર્સીસ (એસીપીએમસી) દ્રારા અપાતા પ્રવેશ સિવાયના અભ્યાસક્રમોને આ નવી વ્યવસ્થા લાગુ પડશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં બેચલર ઓફ આર્ટસ, બેચલર ઓફ સોશિયલ વર્ક બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ સાયન્સ (ઇન્ફર્મેશન ટેકનોલોજી) બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ રલ સ્ટડીઝ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ પરફોમિગ આર્ટસમાં પ્રવેશ આપવામાં આવશે.
એડમિશનમાં અનામતની જાહેર કરવામાં આવેલી ટકાવારીમાં જણાવાયા મુજબ શેડુલ કાસ્ટ માટે સાત ટકા માટે ૧૫ ટકા એસીબીસી માટે ૨૭% અને ઇકોનોમિકલ વિકર સેકશન માટે દસ ટકા અનામતજાહેર કરવામાં આવી છે પ્રથમ વખત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ ડિફેન્સ પર્સન્ટ અને એકસ સર્વિસ મેનના પરિવાર માટે જનરલ કોટામાં એક ટકા અનામત જાહેર કરી છે.
એડમિશન ની પ્રક્રિયા માટે નોંધણીનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને પીજીમાં ૪,૮૭૧ તથા અંડર ગ્રેયુએટ માં ૪૦૪૬૩ મળીને કુલ ૪૫૩૩૪ અરજીઓ આવી છે. જેમાંથી ૪૩૮૮૯ વિધાર્થીઓએ ફી પણ ભરી દીધી છે.
પ્રવેશ પ્રક્રિયા ના ભાગપે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ જે તે ફેકલ્ટીની કોલેજોની એડમિશન કમિટી બનાવી છે અને આ કમિટી પ્રવેશ આપવાની મહત્વની પ્રક્રિયા કરશે.
જર પડયે સરકાર અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનું માર્ગદર્શન લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech