ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ ની જોગવાઈ મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા જુદી જુદી ૧૩ ફેકલ્ટીના ડીનના નામોની અંતિમ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે અને તેમાં ઇતિહાસમાં પ્રથમ વખત સત્તાનું કેન્દ્ર યુનિવર્સિટી કેમ્પસ બહાર ફેરવાઈ ગયું છે. કોલેજોના પ્રિન્સિપાલોને ડીન ન બનાવવા જોઈએ તેવી વ્યાપક લાગણી અને માગણી પછી પણ જૂનું સંભવિત ડીનનું લિસ્ટ મહદ અંશે યથાવત રાખવામાં આવ્યું છે અને સરકારી કોલેજોના આચાર્યેાનો દબદબો જોવા મળે છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટાર દ્રારા જુદી જુદી ફેકલ્ટીના ડીનની કરવામાં આવેલી જાહેરાત માં એકમાત્ર લો ફેકલ્ટીના ડીનના નામમાં સંભવિત યાદી કરતા જુદું નામ જોવા મળ્યું છે. સંભવિત યાદી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં લો ફેકલ્ટીના ડીન તરીકે યોત્સનાબેન ભગતનું નામ જાહેર કરાયું હતું. પરંતુ નવા ફાઈનલ લિસ્ટમાં ડોકટર મયુરસિંહ જાડેજા નું નામ જાહેર કરવામાં આવ્યું છે. ૧૪માંથી ૧૩ ફેકલ્ટીના ડીન જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હોમિયોપેથ ફેકલ્ટીમાં હજુ સુધી ડીનના નામની જાહેરાત કરવામાં આવી નથી.
જુદી જુદી ફેકલ્ટીના ડીનના નામોની સત્તાવાર ફાયનલ યાદી મુજબ આટર્સમાં નયનાબેન પટેલ એયુકેશનમાં નિદતભાઈ બારોટ સાયન્સમાં કલ્પેશ ગણાત્રા મેડિસિનમાં જતીનભાઈ ભટ્ટ કોમર્સમાં પ્રીતિબેન ગણાત્રા મેનેજમેન્ટમાં સંજયભાઈ ભાયાણી આર્કિટેકચરમાં દેવાંગ પારેખ સોશિયલ સાયન્સમાં સામતભાઈ પુરોહિત કોમ્પ્યુટર સાયન્સમાં ચંદ્રેશભાઇ કુંભારાણા ગ્રામ્ય વિધા શાખામાં નટવરલાલ ઝાટકિયા હોમ સાયન્સમાં દક્ષાબેન મહેતા અને લાઈફ સાયન્સમાં રાહત્પલ કુંદુના નામની જાહેરાત કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech