સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કુલપતિ, પરીક્ષા નિયામક, રજીસ્ટ્રાર સહિતના મહત્વના હોદ્દાઓ ખાલી પડા છે. વર્ષેાથી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી એકાઉન્ટન્ટની જગ્યા પણ ઓનપેપર ભરાયેલી હોવા છતાં વાસ્તવમાં ખાલી છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટન્ટ કે.એન.ખેરને છેલ્લા ચાર વર્ષથી પ્રતિનિયુકિતના ધોરણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) મા મોકલવામાં આવ્યા છે અને તેથી આ જગ્યા લીયન પર છે. સીધી સાદી ભાષામાં આ વાત સમજીએ તો યારે પણ ખેરને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પરત ફરવાની ઈચ્છા થાય અથવા તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી તેની સેવા સમા કરે ત્યારે તે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પરત ફરી શકે છે. પરંતુ આ પ્રકારની વ્યવસ્થાના કારણે યુનિવર્સિટીમાં ચાર વર્ષથી ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા ભરી શકાય તેવી સ્થિતિ નથી અને તેના કારણે થોડા થોડા સમયના અંતરે રાજકોટ જિલ્લા પંચાયત, ટ્રેઝરી વિભાગ એમ સરકારના જુદા જુદા વિભાગોના મુખ્ય હિસાબનીશોને તેનો ચાર્જ આપીને ગાડું ગબડાવવામાં આવે છે. છેલ્લે આ ચાર્જ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મુખ્ય હિસાબનીશ તરીકે જવાબદારી સંભાળતા કિર્તીબા વાઘેલાને આપવામાં આવ્યો છે. કીર્તિબાનું મૂળ પોસ્ટિંગ જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હોવાથી તે દર સાહમાં શુક્ર શનિ એમ બે દિવસ માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આવતા હોય છે અને પેન્ડિંગ પડેલા બીલ, કુલપતિથી માંડી પ્યુન સુધીના કર્મચારીઓના પગાર બિલ તથા અન્ય કામગીરી પૂરી કરે છે. જો કોઈ શનિવારે રજા હોય તો અઠવાડિયામાં એક દિવસ તેની હાજરી હોય છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં દરરોજના ૨૫ થી ૩૦ બિલ આવતા હોય છે. પરંતુ તેને મંજૂરીની પ્રક્રિયામાં લાંબો સમય લાગી જતો હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. નિયમિત પગાર ચૂકવવાના પણ ઘણી વખત વાંધા પડતા હોય છે. નવા ઇન્ચાર્જ કુલપતિ કમલસિહ ડોડીયાએ આ સંદર્ભે રાય સરકારને પત્ર પાઠવ્યો છે અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં દરરોજ હાજરી આપી શકે તેવા એકાઉન્ટન્ટની નિયુકિત માટે માગણી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech