અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરમાં સદીઓની પ્રતીક્ષા પછી હવે યારે પ્રભુ શ્રીરામની પુન: પ્રાણ પ્રતિાની મંગલ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, રાજકોટ નગરી પણ અયોધ્યા ની જેમ સજીધજીને આ અવસરને વધાવવા થનગની રહી છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્રના બધા મંદિરો અયોધ્યાના રામ મંદિર બની આ પુન: પ્રાણ પ્રતિાનો અવસર ઉજવવા આતુર બન્યા છે. રાજકોટના ૩૫થી વધુ મંદિરો પર આનંદોત્સવની તૈયારીઓ ચાલી રહી છે
અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરના ૩૫ થી વધુ મંદિરો તરફથી વિશ્વ હિન્દુ પરિષદ તથા સમવિચારિક સંગઠનો ના કાર્યકર્તાઓને ૨૨મી તારીખની ભવ્ય ઉજવણી માટે રાજકોટના નાના–મોટા દરેક મંદિરોમાં ૨૨મી તારીખની ઉજવણીને લઈને અત્યારથી તૈયારીઓ શ થઈ ગઈ છે. અનેક સ્થાનો પર સુંદરકાંડના પાઠ, રામધૂન, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા ના પાઠ, મહા આરતી અને ઘણી બધી જગ્યાએ તો મહાપ્રસાદના આયોજનો થયા છે.
અનેક સ્થાને મંદિરો ઉપરાંત ઘણા એપાર્ટમેન્ટ અને સોસાયટીઓના પણ સામૂહિક આયોજન માટે પરિષદનો સંપર્ક કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી ૨૨ મી તારીખના આનંદોત્સવ ઉજવવા માટે મળેલ દિશાનિર્દેશ નું પાલન કરીને આ ઉત્સવ મંદિરને કેન્દ્રમાં રાખીને ઉજવાય એ પ્રકારે આયોજનો થઈ રહ્યા છે.
અનેક સ્થાનો ઉપર મંદિરની સાફ–સફાઈ અને શણગારની કામગીરી શ કરી દેવામાં આવી છે.
પ્રભુ શ્રીરામનો આનંદઉત્સવ સમાજના દરેક ભેદભાવને ભૂલીને બધા લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવવા રંગોળી કરવા અને ફટાકડા ફોડવા ની સાથે મંદિરમાં બધા સાથે મળીને ઉજવવા થનગની રહ્યા છે.
અનેક સ્થાનો ઉપર મોટા એલઈડી સ્ક્રીન ઉપર અયોધ્યાના જીવતં પ્રસરણ ની સાથે મંદિર કેન્દ્રિત આનંદોત્સવ ના આયોજનો થયા છે.
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech