૧૯૫૪માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર્ર–કચ્છની સૌથી જુની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીનું બંધારણ બદલવા માટે આગામી તા.૩૦ના રોજ એજીએમ યોજવા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. દરમિયાન આ મામલે સભ્યોમાંથી જ વિરોધ વંટોળ ઉઠો છે ત્યારે બંધારણનો વિવાદ વકરવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા, ઓનરરી સેક્રેટરી નૌતમભાઇ બારસિયા, જોઇન્ટ સેક્રેટરી ઉત્સવ દોશી અને ટ્રેઝરર વિનોદભાઇ કાછડીયાના નામોલ્લેખ સાથેના લેટરપેડ ઉપર પ્રસિધ્ધ કરાયેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વર્ષ– ૨૦૨૩–૨૪ની વાર્ષિક સામાન્ય સભા તા.૩૦–૯–૨૦૨૪ ને સોમવારના રોજ સાંજના ૫–૦૦ કલાકે, રાજકોટ ચેમ્બર કોન્ફરન્સ હોલ, સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેકસ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. મિટીંગનો એજન્ડા તમામ સભ્યોને વોટસએપ તથા ઇ–મેઈલ દ્રારા મોકલી આપેલ છે. વધુમાં ઉમેયુ છે કે સંસ્થાનું બંધારણ ૨જિસ્ટર્ડ કરાવવાનું હોય તો આ પ્રપોઝ બંધારણની કોપી ઓફિસ સમય દરમ્યાન માત્ર સભાસદ વાંચી શકશે તદઉપરાંત સભાસદની જરિયાત મુજબ તે ઓફિસેથી .૧૦૦ ચાર્જ ભરીને મેળવી શકશે. વાર્ષિક સમાન્ય સભા અંગે કોઈપણ પ્રશ્નો–સુચનો હોય તો તે લેખિત રજૂઆત ઈ–મેઈલ ફિષસજ્ઞભિંવફળબયિુફવજ્ઞજ્ઞ.ભજ્ઞ.શક્ષ અથવા કુરીયરથી સંસ્થાની ઓફિસમાં તા.૨૩–૯–૨૦૨૪ સુધીમાં મોકલી આપવાના રહેશે તેમજ તમામ સભાસદોને વાર્ષિક સામાન્ય સભામાં સમયસર હાજર રહેવા અનુરોધ છે.
રાજકોટ ચેમ્બરનું બંધારણ બદલવા મામલે વિરોધ અને વિવાદ વંટોળ શ થયો છે ત્યારે આ અંગે પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંપૂર્ણ બંધારણ બદલવાની કોઇ વાત જ નથી, સંપૂર્ણ બંધારણ નહીં જ બદલાય. ફકત અમુક ફેરફારો થશે અને રજિસ્ટ્રેશન થશે. સ્થાપનાના ૭૦ વર્ષ પછી પણ રાજકોટ ચેમ્બર ચેરિટી કમિશનરમાં રજિસ્ટર્ડ નથી તે દુ:ખદ વાત છે આથી રજિસ્ટ્રેશન કરાવવા દરખાસ્ત છે. પ્રમુખપદની મુદ્દત ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવાની વાત કોઇએ ફેલાવેલી અફવા છે તેવો બંધારણીય ફેરફાર કરવાનું કોઇ જ આયોજન કે વિચારણા નથી. રાજકોટ ચેમ્બરનું નવું આધુનિક ઓફિસ બિલ્ડીંગ બનાવવાનું આયોજન છે અને તે માટે દાતાઓ દાન આપવા તૈયાર છે પણ સંસ્થા રજિસ્ટર્ડ ન હોય દાન કરમુકત રહેતું નથી તેમજ તેવા અન્ય અનેક પ્રશ્નો સર્જાઇ છે. ચેરિટી એકટ અને સોસાયટી એકટનું કોમ્બિનેશન કરી ચેમ્બરનું રજિસ્ટ્રેશન કરાવાશે અને તે માટે સાંપ્રત સમયને અનુપ જરી હોય તેવા બંધારણીય ફેરફારો કરાશે
દાયકા પૂર્વે તત્કાલિન પ્રમુખ સમીર શાહએ બંધારણમાં ફેરફારો કર્યા'તા
આજથી એક દાયકા પૂર્વે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પદે સમીર એમ.શાહ (રાજમોતી) કાર્યરત હતા ત્યારે તેમણે ચેમ્બરના બંધારણમાં ફેરફારો કર્યા હતા. દરમિયાન આ અંગે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સમીર શાહએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વખતમાં યારે આવો ફેરફાર કરાયો હતો ત્યારે છાનો છપનો નહોતો કર્યેા. દરેક સભ્યને જાણ કરી હતી અને મુદત બે વર્ષને બદલે ત્રણ વર્ષની કરી હતી તે જનરલ મીટીંગમાં સામાન્ય સભ્ય દ્રારા પ્રસ્તાવ આવ્યો હતો. કારોબારીએ કરેલ સુધારામાં આ પ્રસ્તાવ ન હતો. તે વખતના આજી જીઆઇડીસીના પ્રમુખ શિરીષભાઇ રવાણીએ જનરલ મીટીંગ વખતે પ્રસ્તાવ મુકાયો હતો અને જનરલ બોડીએ મંજુર કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech