જર્મનીના ક્રિસમસ માર્કેટમાં સાઉદી તબીબે ટોળાં પર કાર ચડાવી, બે મોત

  • December 21, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જર્મનીના મેગડેબર્ગમાં એક મોટોહત્પમલો એક સાઉદી ડોકટર દ્રારા થયો હતો, જેમાં ૨ લોકોના મોત થયા હતા અને ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ક્રિસમસ માર્કેટમાં થયો હતો, યાં એક કાર ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ અને લોકો પર ચડી ગઈ. આ કિસ્સામાં, સ્થાનિક જર્મન પોલીસે સાઉદી અરેબિયાના ૫૦ વર્ષીય ડોકટરની ધરપકડ કરી છે, જે કાર ચલાવી રહ્યો હતો. નોંધનીય છે કે અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હત્પમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં અધિકારીઓએ પુષ્ટ્રિ કરી હતી કે અત્યાર સુધીમાં માત્ર બે જ મોત થયા છે.મેગડેબર્ગ જર્મનીના સેકસની–એનહાલ્ટ રાયની રાજધાની છે, યાં કાર અકસ્માત થયો હતો. રોઇટર્સને આ કેસ વિશે માહિતી આપતા શહેરના વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર જર્મન હતો, જે છેલ્લા બે દાયકાથી દેશમાં રહેતો હતો. તેમણે વધુમાં કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા શહેરમાં અન્ય કોઈ ખતરો નથી, કારણ કે અમે આ કેસમાં માત્ર એક જ વ્યકિતને જવાબદાર ઠેરવ્યા છે, જે અમારી કસ્ટડીમાં છે.
સમાચાર એજન્સી રોઇટર્સે સ્થાનિક પ્રસારણકર્તાને ટાંકીને જણાવ્યું હતું કે જર્મન પોલીસને શંકા હતી કે વાહનમાં વિસ્ફોટક ઉપકરણ હતું. જો કે તેમને કારની અંદર કોઈ વિસ્ફોટકો મળ્યો ન હતો

જર્મનીમાં આવો જ અકસ્માત ૮ વર્ષ પહેલા પણ થયો હતો
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આ ઘટના પર ચિંતા વ્યકત કરી છે. તેણે  પરની એક પોસ્ટમાં કહ્યું કે મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે તેમની સાથે અને મેગ્ડેબર્ગના લોકો સાથે ઊભા છીએ. આ ચિંતાજનક પરિસ્થિતિઓમાં બચાવ કાર્યકરોનો હત્પં આભાર માનું છું. જણાવી દઈએ કે ૮ વર્ષ પહેલા ટુનિશિયાના એક વ્યકિત અનીસ આમરીએ બર્લિનના ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ટ્રક ચડાવી દીધી હતી, જેમાં ૧૨ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application