અજાણ્યા શખ્સો વૃદ્ધની હત્યાનીપજાવીને ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ
દ્વારકા તાલુકાના લાડવા ગામે રહેતા આશરે 59 વર્ષના એક સતવારા વૃદ્ધ પર કોઈ અજાણ્યા શખ્સોએ ગુરુવારે રાત્રે હુમલો કરી, હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને એક ખેતરમાં રખોપું કરતા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 59 વર્ષના સતવારા વૃદ્ધનો લોહી નીતરતો મૃતદેહ લાડવા ગામની વાડીમાં ખાટલા પરથી સાંપળ્યો હતો. ગુરુવારે મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ મોહનભાઈ સોનગરા ઉપર કોઈ અગમ્ય કારણોસર બોથડ પદાર્થ વડે જીવણ હુમલો કરી, માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે શુક્રવારે સવારે દ્વારકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવી, દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતક વૃદ્ધને બે પુત્રો હોવાનું અને તેઓ લાડવા ગામે ખેતરનું ખેતીકામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાત્રિના સમયે ઉપરોક્ત વૃદ્ધ પર કોઈ અજાણ્યા શખ્સોએ શા કારણે હુમલો કર્યો તેમજ આ હત્યામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા માટે અહીં ડી.વાય.એસ.પી. પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પ્રકરણ અંગે મૃતકને પુત્ર સતીશ મોહનભાઈ સોનગરા (ઉ.વ. 32) ની ફરિયાદ પરથી દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech