સોરઠમાં એક બાદ એક મંદિરોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શ થતા ધર્મનગરીની ગરિમાને ઝાંખપ લાગી રહી છે અંબાજી અને ભવનાથ મહાદેવ મંદિર વિવાદ હજુ તો માંડ શાંત પડો છે ત્યાં વિસાવદરના સતાધારની જગ્યાના મહતં પર તેના સગા ભાઈએ દ્રારા જ આક્ષેપ લગાવ્યા છે. જોકે સતાધારના મહતં વિજયબાપુ દ્રારા આક્ષેપને એક પેટર્ન અને કાવતં ગણાવી વર્ચસ્વ ઉભા કરવા માટે આવી વાત કરવામાં આવતી હોવાનું જણાવી કરાયેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે.
જૂનાગઢમાં અંબાજી મંદિર અને ભવનાથ મહાદેવ મંદિર મામલે હરી ગીરીબાપુ અને મહેશ ગીરીબાપુ બંને સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જે વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં વધુ એક મંદિરનો વિવાદ શ થયો છે. જિલ્લ ામાં વિસાવદરના સતાધારની જગ્યા ખાતે કાર્યરત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ સતાધારના મહતં દ્રારા ગેરકાયદેસર કરોડોનો વ્યવહાર અને મહિલા સાથે પ્રેમ સંબધં હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે ગઈકાલે સતાધારની જગ્યાના મહતં વિજયબાપુ સમગ્ર મામલે તેઓ પર થઈ રહેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. વિજયબાપુના જણાવ્યા મુજબ કોઈ ચોક્કસ વ્યકિત દ્રારા આ સમગ્ર વસ્તુ ઉભી કરવામાં આવેલી છે. આ સમગ્ર બાબત એક પેટર્ન તરીકે રાખવામાં આવી છે, સંસ્થા ૨૫૦ વર્ષ જૂની છે અને હાલ તો વર્ચસ્વ ઉભા કરવા આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. અમારો કોઈ ઉધોગ ધંધો નથી, અમારી કોઈ એવી નીતિ કે વ્યવસ્થા નથી કે ભોળવીને કે હિપનોટાઈઝ કરીને સામ્રાય ઊભું કરીએ, અમારો પ્રભાવ તો હાથ જોડીને ઊભું રહેવાનું છે અને ગુ પીરોની વર્ષેા જૂની પરંપરા મુજબ માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ અને પશુ કલ્યાણ સાથે સેવાકીય કામગીરીનો જ ઉદેશ્ય રહ્યો છે. તેથી સમય આવશે ત્યારે મીડિયા સમક્ષ જ જવાબ આપીશું તેમ જણાવી વિજયબાપુ એ તેના પર થઈ રહેલા આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું.
જોકે સગા ભાઈ દ્રારા જ થયેલા આક્ષેપથી વધુ એક મંદિરમાં આગામી દિવસોમાં વિવાદ વકરવાની ભીતિ સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech