શહેરના સીદસર રોડ પરથી એલસીબીએ ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે સરતાનપરના શખ્સને ઝડપી લીધો હતો.ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ અને પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ ડાભીને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે રાજુ ઉર્ફે પડકુ વિક્રમભાઈ ચૌહાણ (ઉ. વ. ૨૨, રહે.સરતાનપર, તા.તળાજા જી.ભાવનગર) શહેરના સીદસર રોડ રૂદ્ર હોટેલની સામે કાળીયાબીડ તરફ જવાના રસ્તે,પશુ દવાખાનની સામે થી નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે મળી આવતા મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે રજી.કાગળો નહિ હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ તેની પુછપરછ કરતાં દોઢેક મહીના પહેલા ભાવનગર હિમાલીયા મોલની સામે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી હિરો કંપનીનું રજી.નંબર વગરનું એન્જીન નંબર-ઇંઅ૧૦અૠઇં૫ઇં૧૪૧૮૫વાળું મોટર સાયકલ *કિ.રૂ.૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેની ભાવનગર શહેરના નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૩૩૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ:-૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અનિરૂધ્ધસિંહ ગોહિલ, અશોકભાઇ ડાભી, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દસિંહ સરવૈયા, એજાજખાન પઠાણઅને તરૂણભાઇ નાંદવા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMઅરવિંદ કેજરીવાલનો મોટો દાવો ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે
December 25, 2024 05:27 PMઉતરાખંડમાં મોટો અકસ્માત, ભીમતાલમાં બસ ઊંડી ખાઈમાં પડી, ૩ના મોત, અનેક ઘાયલ
December 25, 2024 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech