સારા અલી ખાન વેકેશન એન્જોય કરવા ન્યૂયોર્ક પહોચી

  • June 24, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના બોલ્ડ લુક્ને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.તે હમણાથી ન્યુયોર્ક માં વેકેશન એન્જોય કરી રહી છે,સારાની સ્ટાઈલ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, એવામાં હાલ સારા અલી ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટના ખૂબ જ ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે
હાલ સારા અલી ખાન ફિલ્મોના શૂટિંગમાંથી બ્રેક લઈને અમેરિકાના ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે.
સારા અલી ખાનને ફરવાનો શોખ છે. ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક મળતા જ અભિનેત્રી ક્યારેક કેદારનાથ તો ક્યારેક હિમાચલ પ્રદેશ ફરવા ચાલી જાય છે.
સારાને જમ્મુ-કાશ્મીર પણ ખૂબ જ પસંદ છે પરંતુ આ વખતે અભિનેત્રી ફરવા માટે અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગઈ છે.
સારા અલી ખાને તેની ન્યૂયોર્ક ટ્રીપની સુંદર તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ તેની અદાઓથી ઘાયલ થઈ ગયા છે અને પોસ્ટ પર સતત કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમયાંતરે તેના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીરો શેર કરી હતી.
હાલમાં તેણી એ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને તેની સાથેની તસવીરો શેર કરી હતી. આ સિવાય તે પોતાના કામ અને ટ્રિપ્સ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application