સંજય લીલા ભણસાલી રણબીર-આલિયા-વિક્કી સાથે ફિલ્મ બનાવશે

  • January 25, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'લવ એન્ડ વોર' ક્રિસમસ 2025 પર રિલીઝ થશે 


ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે 'લવ એન્ડ વોર' બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2025માં રિલીઝ થશે.

રણબીર કપૂરે ગયા વર્ષે 'એનિમલ' ફિલ્મને કારણે ઘણો ચર્ચામાં રહ્યો. હવે અભિનેતાને તેના આગામી મોટા પ્રોજેક્ટ પર કામ કરતો જોવા મળશે. આ પ્રોજેક્ટમાં તેની સાથે આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પણ જોવા મળશે.

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે.

આ પોસ્ટર ભણસાલી પ્રોડક્શન દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની સહી છે.

આ એક લવ સ્ટોરી હશે. ભણસાલી આ અંગે ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી. હવે ફિલ્મ નિર્માતાએ તમામ બાબતોની પુષ્ટિ કરી છે.

ત્રણેય સ્ટાર્સની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે અને તેઓએ તેમની અગાઉની ફિલ્મોમાં ખૂબ ધૂમ મચાવી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ નવેમ્બર 2024 સુધીમાં ફ્લોર પર જશે. જ્યારે તે આવતા વર્ષે એટલે કે 2025 નાતાલ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application