2024ની સૌથી ડીઝાસ્ટર ફિલ્મ, જે 2025માં યુટ્યુબ પર બની ગઈ છે સુપરહિટ. અહી મેકર્સની ચાલ કામ કરી ગઈ.અહી વાત ચાલી રહી છે સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'ડબલ આઈસ્માર્ટની. આ ફિલ્મે યૂટ્યુબ પર તહેલકો મચાવ્યો છે. આ ફિલ્મે ગયા વર્ષે 11 ડિસેમ્બરના રોઝ યૂટ્યુબ પર અપલોડ થઈ હતી, જેના વ્યૂઝ 10 કરોડના પાર પહોંચ્યાં છે.
સાઉથના ફેમસ એક્ટર રામ પોથીનેની અને બોલિવૂડના દિગ્ગજ એક્ટર સંજય દત્તની ફિલ્મ 'ડબલ આઈસ્માર્ટ' ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે તેલુગુ ભાષાની ફિલ્મ હતી, જે હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ડેટા અનુસાર, આ ફિલ્મ બનાવવા માટે મેકર્સે લગભગ 90 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમજ બોક્સ ઓફિસ પર તેની કુલ વિશ્વવ્યાપી કમાણી ફક્ત 18 કરોડ રૂપિયા હતી. આ સંજય દત્તની પહેલી તેલુગુ ફિલ્મ છે.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ. જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, ત્યારે મેકર્સે એક ચાલ રમી અને તેઓ તેમાં સફળ સાબિત થયા. ખરેખર, જ્યારે મેકર્સ બોક્સ ઓફિસ પરથી કમાણી કરી શક્યા નહીં, ત્યારે તેમણે આ ફિલ્મ સીધી યુટ્યુબ પર અપલોડ કરી.
મેકર્સને અપેક્ષા હતી કે જો તેઓ તેમની ફિલ્મ ફ્રીમાં બતાવશે, તો તેમને વધુ વ્યૂઝ મળશે અને આવું જ થયું. બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર બનેલી આ ફિલ્મ યુટ્યુબ પર આવતાની સાથે જ સુપરહિટ બની ગઈ. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 11 ડિસેમ્બરે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી હતી.
ફિલ્મની કહાની અંડરવર્લ્ડના ખૂંખાર ખલનાયક સંજય દત્ત પર આધારિત છે, જેને પોલીસ માત્ર પકડવા જ નથી માંગતી, પરંતુ તેની બધી કડીઓ પણ ખતમ કરવા માંગે છે. તેથી, રામ પોથિનેની એક એજન્ટ તરીકે તૈયાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબંગાળ હિંસા વચ્ચે ટીએમસી સાંસદ યુસુફ પઠાણે એવી પોસ્ટ કરી કે હવે થઈ રહ્યાં છે ટ્રોલ
April 13, 2025 02:25 PMવેરાવળમાં હનુમાન જયંતિ નિમિતે નીકળેલી શોભાયાત્રા પોલીસે અટકાવી
April 13, 2025 01:53 PMરાજકોટના છાપરા ગામે ઇંગ્લિશ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ
April 13, 2025 01:49 PMસાધુ વાસવાની રોડ પર શાકમાર્કેટ પાસે ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ
April 13, 2025 01:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech