સંજરી ચેરી. ટ્રસ્ટ દ્વારા પૂર્વ વિપક્ષી નેતાના જન્મ દિવસે મહા રકતદાન કૅમ્પ યોજાશે

  • December 22, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર અલ્તાફ ખફી અને હાજી સિહાબભાઈની રકતતુલા થશે

જામનગર મહાનગર પાલિકાના વૉર્ડ નં.૧રના નગર સેવક અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ગફારભાઈ ખફીનો તા.ર૬ના રોજ જન્મદિવસ હોય, એ દિવસે મંગળવારે સવારે ૧૦ વાગ્યે કુંવરબાઈ જૈન ધર્મશાળા (જેલ રોડ, પવનચક્કી) ખાતે મહા રકતદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કૅમ્પમાં કેરલાના સામાજિક કાર્યકર હાજી સિહાબભાઈ કે જેઓ ભારતથી ચાલીને હજ-એ-બૈતુલ્લા ગયાં હતાં, તેઓ મુખ્ય અતિથિપદે રહેશે. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વાંકાનેર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મો. જાવેદ પીરજાદા હાજર રહેશે.
કાર્યક્રમનું સંચાલન વાંકાનેરના સૈયદ સોહેલ કાદરી સાહેબ કરશે. આ કાર્યક્રમમાં રકતદાતાઓને રકત આપવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application