સાંઝા ચુલ્હા કે જુલાબી ચુલ્હા? વાસી નૂડલ્સનો જથ્થો મળ્યો

  • January 05, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વેંચાતા પંજાબી અને ચાઇનીઝ ફડ તેમજ પાણીપુરી સહિતના ખાણી પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતા સાંઝ ચુલ્હા ચાઇનીઝ ફડમાંથી વાસી નૂડલ્સનો જથ્થો મળતા તેનો નાશ કરાયો હતો.
રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાંઝા ચૂલા ચાઇનીઝ ફડ, ૧૫૦ રિંગ રોડ, ઓસ્કાર બિલ્ડીંગ, ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાધ્ય નુડલ્સના ત્રણ કિલો જથ્થો સ્થળ પર નાશ કર્યેા હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી

સાંઝા ચુલ્હા

યારે નોન સ્ટોપ પાણીપુરી શોપ, સીટી કલાસિક બિલ્ડીંગ, અંબિકા ટાઉનશીપ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વાસી, અખાધ્ય– સડેલા બાફેલા બટેટાનો પાંચ કિલો જથ્થાનો સ્થળ પર નાશ કર્યેા હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.


પીડીએમ કોલેજ સામેના વિસ્તારમાં ૧૭ ધંધાર્થીને ત્યાં ચેકિંગ, સેમ્પલિંગ, નોટિસ

શહેરના ગોંડલ રોડ ઉપર પી.ડી.એમ.કોલેજ સામેના વિસ્તારમાં આવેલ અન્ના મદ્રાસ કાફે, માધવ ગાંઠિયા રથ, બાલાજી મેગી સેન્ટર, શિવશકિત દાળ પકવાન, જય માતાજી છોલે ભટુરે, ગણનાયક દાળ પકવાન, હરિ સેન્ડવીચ, સાંઇ દાળ પકવાન, સાંઇ મદ્રાસ કાફે, માતિ દાળ પકવાન, બાલાજી દાળ પકવાન, જય અંબિકા દાળ પકવાન, આશાપુરા ઘૂઘરા સહિતના ૧૩ ધંધાર્થીઓને ફડ લાયસન્સ લેવા નોટિસ ફટકારવામાં આવી હતી. યારે બાલાજી ચાઇનીઝ પંજાબી, ટેસ્ટ કિંગ ભૂંગળા બટેટા, બાલાજી દાળ પકવાન અને બાલાજી મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવી હતી.


ગાયત્રી, ઝિલમિલ, સરસ્વતી, જયશ્રી અને વિશ્ર્વાસ બ્રાન્ડ સિંગતેલના સેમ્પલ લેવાયા

રાજકોટ મહાપાલિકા દ્રારા સાહમાં સતત ત્રીજી વખત સિંગતેલના વધુ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (૧) ગાયત્રી પ્યોર ગ્રાઉન્ડનટ ઓઇલ અને ઝીલમિલ બ્રાન્ડ પ્યોર ગ્રાઉન્ડ નટ ઓઇલનું સેમ્પલ બી.કે.ટ્રેડર્સ, ગઢીયાનગર–૩, સંતકબીર રોડ ખાતેથી (૩) સરસ્વતી ગ્રાઉન્ડ નટ ઓઇલનું સેમ્પલ શ્રી ગોવર્ધન ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી (૪) જયશ્રી ડબલ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઇલનું સેમ્પલ શ્રીરામ માર્કેટિંગ, જુના માર્કેટિંગ યાર્ડ ખાતેથી (૫) વિશ્વાસ ડબલ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઇલનું સેમ્પલ, શુભમ એન્ટરપ્રાઇઝ, ભગત શાક માર્કેટ, દેવપરા ખાતેથી લેવામાં આવ્યું હતું.


ન્યુ જાગનાથ પ્લોટની જાણીતી રામકૃષ્ણ ડેરી સહિત બે સ્થળેથી દુધનું સેમ્પલિંગ

રાજકોટ મહાપાલિકાની ફડ શાખાએ ફરી ડેરીઓમાં વેંચાતા છૂટક દુધમાં ભેળસેળની શંકાથી સેમ્પલ લેવાનું શ કયુ છે જેમાં ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૨માં આવેલ કેપિટલ માર્કેટમાં દુકાન નં.૧માં કાર્યરત રામકૃષ્ણ ડેરી ફાર્મમાંથી દુધનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભીલવાસ ચોકના નકલકં દુગ્ધાલયમાંથી સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ બન્ને સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યે દૂધમાં ભેળસેળ હતી કે કેમ ? તે અંગેની વિગતો જાહેર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application