પડતર પ્રશ્ર્નો અંગે થઇ ચર્ચા
સાંસદ પુનમબેન માડમ તથા જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સાથે જામનગર સમસ્ત વાલ્મીકી સમાજની હાઇપાવર કમીટીના અઘ્યક્ષ મનહરભાઇ ઝાલા તથા સંકલન સમિતિના અઘ્યક્ષ હરિશભાઇ ચૌહાણની આગેવાની હેઠળ વિવિધ સફાઇ કામદાર યુનિયનનાં પ્રતિનિધિઓ, મઘ્યસ્થ પંચાયતના આગેવાનો, પેટા પંચાયતના આગેવાનોની બહોળી સંખ્યામાં જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઇ કામદારોના પ્રાણપ્રશ્ર્નો સંબંધે લાંબી ચર્ચા વિચારણા થયેલ.
જેમાં સેટઅપ અંગે ૧૨૦૧+૧૮૦..૧૩૮૧ નું સેટઅપ પુરુ કરી ખાલી જગ્યા તાત્કાલીક ભરી સફાઇ કામદારોને કાયમી નિમણુંક ઓર્ડર આપવા.
ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના વારસદારોને છેલ્લા અનેપહેલાનાં પાંચ વર્ષ બાદ કરી તેમજ માતા પિતા અથવા પિતા માતા બંનેને નોકરી હોય તો પણ કોઇપણ એકનું મૃત્યુ થાય તો પણ વારસદારને નોકરી આપવી.
જામનગર શહેરની વિવિધ સોસાયટીઓ કોન્ટ્રાકટ ઉપર લેવાથી સફાઇ કામગીરી સબબ સોસાયટીઓની કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી, સોસાયટીઓમાં વેઇટીંગ લીસ્ટમાંથી પસંદગી કરી અવેજી સફાઇ કામદાર તરીકે નિમણુંક ઓર્ડર આપી કામગીરી લેવી.
સરકાર દ્વારા સફાઇ કર્મચારીઓને મળવાપાત્ર નોકરીના ૧૦-૨૦-૩૦ની સળંગ નોકરી થાય તો તેઓને ઉચ્ચ્તર પગાર ધોરણ મંજુર કરવું અને એરીયર્સ આપવું.
જી.આઇ.ડી.સી. એરીયા અને મહાનગરપાલિકા વચ્ચે લાંબી કાનુની લડત ચાલતા હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા મહાનગરપાલિકાની તરફેણમાં આવેલ છે. તેથી જી.આઇ.ડી.સી. એરીયાની સફાઇ કામદાર વેઇટીંગ લીસ્ટમાંથી કામદારોની પસંદગી કરી. અવેજી કામદાર તરીકે નિમણુંક આપવી.
વધુમાં અન્ય નાના મોટા પ્રશ્ર્નો અંગે લાંબા ચર્ચા વિચારણા બાદ સાંસદ પુનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરાએ ખેલદીલીપુર્વક તમામ પ્રશ્ર્નોનું ટુંક જ સમયમાં ઉકેલ લાવી આપવાની સંપુર્ણ ખાતરી આપેલ.
આ મીટીંગકમાં હાઇપાવર કમીટી તથા સંકલન સમિતિના આગેવાનઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારી હાજર રહેલ જેમાં શોભનાબેન પઠાણ, કોર્પોરેટર જામનગર મહાનગરપાલિકા, મંત્રી યુવા રસીકભાઇ પઠાણ, સફાઇ કામદાર સેલના સંયોજક જેન્તીભાઇ ઝાલા તથા સહસંયોજક જીવણભાઇ વાઘેલા, તથા રસીકભાઇપઠાણ, મધુભાઇવાળા, મહામંત્રી વાલ્મીકી સમાજ રમેશભાઇ કબીરા, મહામંત્રી હાઇપાવર કમીટી આર.એસ.વાઘેલા, અઘ્યક્ષ શંકર ટેકરી વલ્લભનગર પંચાયત ટ્રસ્ટ મનોજભાઇ સોલંકી, યુવા મઘ્યસ્થ પાંખ અઘ્યક્ષ યુવા પાંખના પ્રમુખ મયુરભાઇ દંડીયા, અ.ભા.સ.મ.કો.ના ઉપપ્રમુખ શૈલેશભાઇ કબીરા, સફાઇ સૈનિક સોસાયટીના માનદમંત્રી પ્રવિણભાઇ નારોલા, મંત્રી કીરીટભાઇ મકવાણા, યુવા પાંખના ઉપપ્રમુખ સચીનભાઇ સોલંકી, કાર્યાલય મંત્રી દિનેશભાઇ જેઠવા, ભીખુભાઇ વાઘેલા, દિનેશભાઇ નૈયા, તુલસીભાઇ સોલંકી, ડાયાભાઇ ઝાલા, મહેશભાઇ વાંજા, પ્રકાશભાઇ વાઘેલા, કેતનભાઇ વાઘેલા, અલ્પેશભાઇ રાઠોડ, હાર્દિકભાઇ ઠાંકેચા હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech