એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની સલમાનની ફરી નજીક આવી રહી છે

  • May 16, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મધર્સ ડે પર સલમાને પોસ્ટ કરેલી મા સાથેની તસવીર પર એક્ટ્રેસના જવાબે ખેંચ્યુ ધ્યાન
  • સંગીતા અને સલમાનની સગાઇ બાદ લગ્ન પણ થવાના હતા પરંતુ પછી થઇ ગયું બ્રેકઅપ


બોલીવૂડનો ભાઇજાન સલમાન ખાન એક ફેમિલી મેન છે. તે તેના બંને ભાઈઓ- અરબાઝ ખાન, સોહેલ ખાન, બંને બહેનો- અલવિરા ખાન અને અર્પિતા શર્મા તેમજ પિતા સલીમ ખાન અને સાવકી મા હેલન માટે પણ ગમે તે હદે જવા તૈયાર રહે છે. જો કે અત્યારે તે એક ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીને લઇને ચર્ચાામાં છે. સંભળાય છે કે સંગીતા ફરી સલમાનની ક્લોઝ આવી રહી છે.


સલમાન આમતો પોતાની મા સલમા ખાનની બહુ નજીક છે. તેમને બહુ પ્રેમ કરે છે. ભાઇજાન ઘણીવાર તેમના વિશે વાત કરતો રહે છે અને સોશિયલ મીડિયા પર પણ તેમની સાથેની તસવીરો શેર કરે છે. રવિવારે (14 મે) મધર્સ ડે પર સલમાને પણ મમ્મીને વિશ કર્યું હતું. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર સલમા સાથેની બે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં તે તેમને હગ કરતો અને કિસ કરતો દેખાયો હતો.


સલમાન ખાન એક ઈવેન્ટ માટે કોલકાતા ગયો હતો. છતાં રવિવારે મધર્સ ડે પર મમ્મી સાથે સમય વિતાવવા તે મુંબઈ પહોંચ્યો હતો. એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીર શેર કરી હતી. જેમાં મા-દીકરો બંને કાઉચ પર બેઠેલા જોવા મળ્યા. પહેલી તસવીરમાં સલમાન તેના મમ્મી સામે પ્રેમથી જોઈ રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં તેમને ભેટતા ગાલ પર કિસ કરી રહ્યો છે. આ સાથે લખ્યું હતું 'મમ્મી.... #HappyMothersDay. 


પોસ્ટ પર રિએક્ટ કરતાં અરમાન મલિક, નેહા મલિક અને સુનીલ ગ્રોવરે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા તો બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝિકે લખ્યું હતું 'આજે અને હંમેશા દરેક માતા પર ભગવાન આશીર્વાદ વરસાવતા રહે'. આ સિવાય ફેન્સે પણ બંને પર પ્રેમ વરસાવ્યો હતો.


 પરંતુ આ બધામાં કોઈ એકની કોમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી સંગીતા બિજલાની. તેણે 'મોમ' લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એકસમયે સલમાન અને સંગીતા રિલેશનશિપમાં હતા. ત્યારે તેના પર રિએક્ટર કરતાં એક યૂઝરે લખ્યું હતું 'તું હજી પણ સલમા ખાનને મોમ કહે છે? હાય...', એકે લખ્યું હતું 'તું પણ સલમાન ખાનના મમ્મીને મમ્મી કહે છે? કેટલું અદ્દભુત'. એક યૂઝરે તો સંગીતાને 'ભાભી' કહી હતી.


સલમાન ખાન અને સંગીતા બિજલાનીનું બ્રેકઅપ થયું તે પહેલા તેઓ આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. તેમની પહેલી મુલાકાત એક ટીવી કોમર્શિયલના સેટ પર થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ તેમણે 1986માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે સગાઈ પણ કરી હતી અને ખૂબ જલ્દી લગ્ન પણ કરવાના હતા.  કંકોત્રી પણ છપાઈ ગઈ હોવાની ખબર હતી. જો કે, વિધાતાએ તેમના માટે કંઈક અલગ જ લખ્યું હતું અને તેમના માર્ગ કાયમ માટે અલગ થયા હતા. 


લગ્નના થોડા અઠવાડિયા પહેલા સંગીતાએ કથિત રીતે સલમાનને ચીટિંગ કરતાં પકડ્યો હતો અને આ વાતની કબૂલાત તેણે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પણ આડકતરી રીતે કરી હતી. 'એકસમય એવો હતો જ્યારે હું ખરેખર લગ્ન કરવા માગતી હતી પરંતુ તેમ થયું નહોતું. અમે ખૂબ ક્લોઝ હતા. તેને લાગતું હતું કે, તે સારો બોયફ્રેન્ડ હતો, પરંતુ કેટલીક વાતોને આજીવન સહન કરવી મુશ્કેલ હોય છે', જ્યારે તેને પ્રેમમાં દગો મળ્યો હોવાની ખબર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું 'હા એવું જ કંઈક. મેં રંગેહાથ પકડ્યો હતો. હું મૂર્ખ હતી'.


વર્ક ફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં દેખાશે, જેમાં તેની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી છે. આ સિવાય તેનું સિદ્ઘાર્થ આનંદની ફિલ્મ 'ટાઈગર vs પઠાણ'માં શાહરુખ ખાન સાથે રિયુનિયન થવાનું છે. જેમાં લીડ એક્ટ્રેસ તરીકે કેટરીના અને દીપિકા પાદુકોણને લેવામાં આવશે તેવી ચર્ચા છે. એક્ટર છેલ્લે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં દેખાયો હતો, જે બોક્સઓફિસ પર જોઇએ તેવો કમાલ કરી શકી નહોતી. છતાં 100 કરોડની કલબમાં સામેલ જરૂર થઇ.



 બીજી તરફ, 1980માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ સંગીતા કેટલીક ફિલ્મોમાં દેખાઈ હતી. સલમાન સાથે બ્રેકઅપ થયા બાદ તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. 2010માં તેમના ડિવોર્સ થયા હતા. ત્યાર બાદથી માત્ર અમુક ફંકશનમાં તે દેખાય છે. જો કે 45 વર્ષથી વધુની થઇ હોવા છતાં તે ગોર્જિયસ લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application