સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા 62 વર્ષે પણ હુસ્નની મલિકા

  • May 27, 2023 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સંગીતાનું સૌંદર્ય 49ની મલાઇકા અરોરાને પણ આપે છે ટક્કર
  • તાજેતરામાં મધર્સ ડે પર સલમાનની માતાને મોમ તરીકે સંબોધ્યું હતુ


લોકો ફિટનેસમાં આજકાલ સલમાન ખાનની પૂર્વ ભાભી મલાઇકા અરોરાનું ઉદાહરણ આપે છે. જે 50 વર્ષની થવા આવી હોવા છતાં 30ની લાગે છે. જ્યારે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા ને ભુલી જાય છે. જેણે 62 વર્ષે પણ ફિટનેસની સાથે પોતાનું સૌંદર્ય જાળી રાખ્યું છે. સંગીતાએ ઉંમર એક નંબર હોય છેની કહેવત સાચી ઠેરવી છે. 

સંગીતા તાજેતરમાં સલમાન ખાનની નજીક જઇ રહી હોવાના અહેવાલને લઇ ચર્ચામાં આવી હતી. જ્યારે મધર્સ ડે પર તેણે સલમાનની પોસ્ટ પર તેની માતાને મોમ કરીને સંબોધી હતી. જેથી યુઝર્સે કહ્યુ હતુ કે હજુ ભાઇજાનના પ્રેમમાં છે.

બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની 62 વર્ષની થઈ ચુકી છે. પરંતુ, એક્ટ્રેસની સુંદરતામાં જરાય ઘટાડો થયો નથી. આ વાતનો પુરાવો છે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ. સંગીતા બિજલાની ભલે જ હાલ એક્ટિંગથી દૂર છે. પરંતુ 90ના દશકમાં ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસના હુસ્નની ખૂબ જ ચર્ચા થતી હતી. જોકે, આજે પણ તેની સુંદરતા અને ગ્લેમરસમાં એટલી જ શાનદાર દેખાય છે.

સંગીતાને અસલી ફેમ ત્રિદેવના ગીત ઓએ ઓએ થી મળી હતી. આ ગીતમાં એક્ટ્રેસની સુંદરતા પર દરેક લોકો ફિદા થઈ રહ્યા હતાં. આ દરમિયાન સલમાન ખાન અને સંગીતાના અફેરની ચર્ચા પણ થવા લાગી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, બંનેના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતાં. પરંતુ, કંઈક એવું થયું કે કપલ અલગ થઈ ગયું.

પછી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યા બાદ સંગીતાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અઝહરૂદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા. જો કે આ સંબંધ પણ ચાલ્યો નહીં અને બંને છૂટા થઇ ગયા. ત્યારથી સંગીતા સિંગલ છે અને સલમાનની પાર્ટીઓમાં દેખાય છે.
 તે હાલ, બોલિવૂડમાં એક્ટિવ જોવા નથી મળતી પરંતુ, સોશિયલ મીડિયા પર હજુ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર તે સતત એક્ટિવ રહે છે અને તેણી સતત પોતાના એકાઉન્ટ પર બોલ્ડ તેમજ ખૂબ જ સુંદર તસવીરો શેર કરી ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો એ વાતની સાક્ષી પુરે છે કે, ઉંમર ફક્ત એક નંબર હોય છે. જો માણસ ઈચ્છે તો કોઈપણ ઉંમરમાં પોતાને ફિટ રાખીશકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application