બીજી જાન્યુઆરીથી રાજકોટમાં સંગીત મહાકુંભ સસંગીતિ

  • November 28, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલા રસિકોની આતુરતાના અતં સાથે રાજકોટની શાન સમા શાક્રીય સંગીત સમારોહ સ સંગીતિ ૨૦૨૫ માં કલા ધરોહરના સ્તભં સમાન દિગ્ગજ કલાકારો પં.અજોય ચક્રબર્તી, ઉ.તૌફિક કુરેશી, પં.સાજન મિશ્રા, ઉ.શાહિદ પરવેઝ, શશાંક સુબ્રમણ્યમ, ડો.અશ્વિની ભિડે અને પં.તેજેન્દ્ર મજુમદાર સહિતના ૫૫ થી વધુ ખ્યાતનામ કલાકારોને માણવાનો અવિસ્મરણીય અવસર મળશે.
કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા સપ્તસંગીતિ–૨૦૨૫ ની સાતમી આવૃતિના આયોજનની તૈયારીઓ પુરજોશ સાથે શ કરી દેવામાં આવી છે. ૨૦૨૫ થી શ થતા નવા વર્ષમાં જાન્યુઆરીના પ્રથમ સાહમાં તા. ૨ થી ૮ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ–પ્રા અને અગ્ર પંકિતના કલા–સાધકો પોતાની કલા રજુ કરશે. દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહ ના સાતેય દિવસ અલગ–અલગ કલાના ટોચના કલાસાધકો તેમના સહ–કલાકારો સાથે કલાની પ્રસ્તુતી કરશે.
સમાજ સેવા, શિક્ષણ તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૭ થી લગાતાર રાજકોટની પ્રજાને શાસ્ર્ત્રીય સંગીતના સુર અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન પ્રસ્તુતી વચ્ર્યુઅલ કરવામાં આવી હતી. જયારે છ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે સાત દિવસ દરમ્યાન મુખ્ય, સહ–કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ ૫૫ થી ૬૦ કલાકારો શ્રોતાઓને કલાનું રસપાન કરાવશે. જેમાં શાક્રીય સંગીતના દિગ્ગજ કલાકારો પ.ં અજોય ચક્રબર્તી, ઉ. તૌફિક કુરેશી, પ. સાજન મિશ્રા, ઉ. શાહિદ પરવેઝ ખાન, ડો. અશ્વિની ભિડે દેશપાંડે અને પ.ં તેજેન્દ્ર નારાયરન મજુમદાર જેવા અગ્ર પંકિતના કલાકારોનો સમાવેશ થાય છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા શાસ્ર્ત્રીય  સંગીતને જાળવવા ઉપરાંત શાક્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ કૌશલ્યની પ્રસ્તુતીથી તેને પ્રચલીત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંથી જ્ઞાન ગ્રહણ કરી, આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવો ઉમદા ઉદ્દેશ છે. અગાઉના વર્ષેા દરમ્યાન અહીં પધારતા દેશના ટોચના કલાકારો સાથે રાજકોટના કલાપીપાસુઓને મેળવી, ગુ પાસેથી જ્ઞાન પ્રા થાય તેવા પ્રયાસોના ભાગ પે વર્કશોપ અને સેશનના આયોજનો પણ કરવામાં આવ્યા હત્તા, જે અંગે આ વર્ષે પણ પ્રયાસો કરાશે.
નીઓ રાજકોટ ફાઉન્ડેશન હિન્દુસ્તાની શાક્રીય સંગીત અને નૃત્યની પરંપરાને યુવાઓ અને કલાપ્રેમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ્ર પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન પ્રયાસ અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિ ા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્રારા છેલ્લ ા કેટલાક વર્ષેાથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને ખાનગી શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં કુલ ૨૧ શાળાઓમાં નિઓ સેન્ટર ઓફ એકસલન્સ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત છે અને વધુ ૦૩ શાળાઓમાં શ થવાનું છે. આ ૨૧ શાળાઓમાં ૭૦૦૦ થી વધુ બાળકોને ૩૦ થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્રારા આધુનિક સોટવેર, ઓડીયો–વિઝયુઅલ લનગ મટીરીયલ અને ૬૦૦ થી વધુ લેપટોપ કોમ્યુટર દ્રારા શીખવવામાં આવે છે. આ ઉપરાંત નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્રારા ધો. પાંચના રાજકોટ કોર્પેારેશનની તમામ ૯૩ શાળાના ૪૦૦૦ વિધાર્થીઓ માટે જ્ઞાન–સેતુ પરીક્ષાની તૈયારી માટે સંકલિત મટિરિયલની એક પ્રેકિટસ બુક તૈયાર કરાવી વિધાર્થીઓને આપવામાં આવી હતી. તાજેતરમાં બે સરકારી શાળાઓમાં બાળકો માટે કંઠય સંગીત, નૃત્ય, તબલા અને હાર્મેાનિયમના નિયમીત વર્કશોપના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેથી રસ–ચી ધરાવનાર બાળકોને પ્રોત્સાહિત કરી શકાય અને આગળ જતા તેમની કારકિર્દીમાં પણ આ કલા નિમિત બની શકે.
સ સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, પધ્મવિભુષણ પંડિત જસરાજજી, પ.ં હરિપ્રસાદ ચૌરસિયાજી, બેગમ પરવીન સુલતાના, સુકૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, ઉસ્તાદ રશીદ ખાન, સુ.. ડો. એન. રાજમ, સુ.. શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પ.ં રાજન અને સાજન મીશ્રા, અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, પુરબયાન ચેટરજી, ગુંડેચા બ્રઘર્સ, રોનુ મજુમદાર, પ.ં રાકેશ ચોરસીયા, પ.ં દેબોજયોતિ બોસ, પ.ં દેબાશિષ ભટ્ટાચાર્ય જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ પ્રા કરવાનો મોકો નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર સ સંગીતિ ૨૦૨૫ માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિ્રય ખ્યાતિ પ્રા કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્રારા સૌરાષ્ટ્ર્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા ૦૨ જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શઆત કલર્સ ઓફ રીધમ ટ્રીઓ ગ્રુપમાં ઉસ્તાદ તૌફીક કુરેશીનું ડીજેમ્બે, પ.ં રામદાસ પલસૂલેના તબલા વાદન અને મિલિંદ તુલેંકરના જલ તરંગથી થશે. તા. ૦૩ જાન્યુઆરીના રોજ પ.ં સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાજ મિશ્રાનું શાક્રીય કંઠય સંગીત માણવા મળશે. તા.૦૪ ના રોજ પ.ં તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન, તા.૦૫ ના રોજ ચિરાગ કટ્ટીના વલ્ર્ડ મ્યુઝિક યુઝન બેન્ડમાં સિતાર, તબલા, ડ્રમ્સ, કીબોર્ડ અને સેકસોફોન જેવા વાજિંત્રોનો સંગમ જમાવટ કરશે. તા. ૦૬ જાન્યુઆરીના રોજ ઉ. શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન અને શશાંક સુબ્રમણ્યમનું બાંસુરી વાદન માણવા મળશે. તા. ૦૭ જાન્યુઆરીના રોજ ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાક્રીય કંઠય સંગીત અને સ સંગીતીના અંતિમ દિવસે એટલે કે તા. ૦૮ જાન્યુઆરીના રોજ પ.ં અજય ચક્રબર્તીના કંઠે શાક્રીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણવાનો મોકો મળશે. આ સાતેય દિવસ દરમ્યાન તમામ દિગ્ગજ કલાકારો સાથે સંગત કરવા વિવિધ વાધોના ઉત્તમ અને પ્રતિિ ત કલાકારોમાં પ.ં સાજન મિશ્રાજી સાથે રાજકોટના જાણીતા કલાકારો પલાશ ધોળકિયા હાર્મેાનિયમમાં અને નીરજ ધોળકિયા તબલામાં સાથ આપશે. અન્ય કલાકારો સાથે વિનાયક સહાય સારંગી વાદન, પ.ં સંજુ સહાય તબલાવાદન, શશાંક સુબ્રમણ્યમ બાસુરી વાદન, ઓજસ અઢિયા તબલા વાદન, અમૃત નટરાજ ખંજીરામાં, સિધ્ધેશ બિચોલકર હાર્મેાનિયમ વાદન, યતી ભાગવત તબલાવાદન, યોતિર્મય બેનર્જી હાર્મેાનિયમ વાદન અને ઈશાન ઘોષ તબલાવાદનમા સાથ નિભાવશે.
આ ઉપરાંત સ સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રા થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે ફકત શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ–અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં તા. ૦૨ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં  યોજાતા સક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક કે જેનું તાજેતરમાં અવસાન થયેલ છે જે સ સંગીતિના માર્ગદર્શક પણ હતા તેવા સ્વ. વિદુષી મંજુબેન મહેતાને શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવશે. તા.૦૩ ના રોજ નંદીની શંકર અને મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડુઓ માણવા મળશે. તા.૦૪ના રોજ મનીષ વ્યાસ એન્ડ ટ્રુપ દ્રારા યુઝન મ્યુઝિક પેશ કરવામાં આવશે. તા. ૦૬ જાન્યુઆરીના રોજ ડો. દુલારી માંકડ દ્રારા શાસ્ત્રીય  કંઠય સંગીત અને તા. ૦૭ ના રોજ  વર્ણા જય સેવક દ્રારા શાક્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે સ સંગીતિ ની વેબસાઈટ  . તફાફિંતફક્ષલયયશિં.જ્ઞલિ પર તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૪ ને સાંજે ૫–૦૦ કલાકથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, વિનેશકુમાર પટેલ અને મનિષભાઈ મદેકા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ ઉપરાંત કોર કમીટીના સભ્યો અને સ્વયંસેવકોની સમર્પિત ટીમ ખડેપગે છે. રાજકોટની કલાપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application