સાંઢીયા પુલનો પ્રોજેક્ટ રાજવીની જમીન મામલે લટક્યો

  • December 02, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર મહાપાલિકાના વોર્ડ નં.2 અને વોર્ડ નં.3ની સરહદની બરાબર વચ્ચે આવેલો 50 વર્ષથી વધુ જૂનો અને હાલમાં જોખમી, જર્જરિત અને ભયગ્રસ્ત બનેલો સાંઢીયો પુલ ડિમોલિશ કરીને તેના સ્થાને નવો પુલ બનાવવા નિર્ણય કયર્નિે એક વર્ષથી વધુ સમય વિતી ગયો તેમ છતાં ટેન્ડર પ્રક્રિયા આગળ ધપી નથી. જો રાજકોટ સ્ટેટના રાજવી તેમની જમીનમાંથી ડાયવર્ઝન કાઢવા મંજૂરી આપે તો રોજિંદા 1,00,000 જેટલા વાહનચાલકોને રાહત મળે તેમ છે પરંતુ આ મામલે હજુ સુધી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હોય પૂરો પ્રોજેક્ટ લટકી પડ્યો છે અને ટેન્ડર પ્રક્રિયા ટલ્લે ચડી ગઇ છે. કાલાવડ રોડ પહોળો કરવા જેટલી ઉતાવળ જો અહીં કરાઇ હોત તો નવા સાંઢીયા પુલનું ખાતમુહૂર્ત પણ થઇ ગયું હોત!
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નવો સાંઢીયો પુલ બનાવવાનું શરૂ કરાય તે પૂર્વે રોડ ડાયવર્ઝન આપવું પડે અને ડાયવર્ઝનના રૂટની વચ્ચે અંદાજે અડધો કીમીથી ઓછા અંતરનો રસ્તો રાજકોટના રાજવી પરિવારની જમીનમાંથી પસાર કરવો પડે તેમ છે અને તે મામલે પૂરો પ્રોજેક્ટ લટકી પડ્યો છે, જ્યાં સુધી રાજવી પરિવાર આ માટેની મંજૂરી આપે નહીં ત્યાં સુધી હવે આ પ્રોજેક્ટ આગળ ધપી શકે તેમ નથી તેમજ આ કારણે જ હજુ સુધી ટેન્ડર પણ પ્રસિધ્ધ થઇ શક્યું નથી. આ મામલે રાજવી પરિવાર સાથે એકાદ બે વખત અધિકારીક અને ઇજનેરી સ્તરેથી મિટિંગ પણ થઇ હતી પરંતુ કોઇ પરિણામ મળ્યું નથી. જ્યાં આ મામલે કોઇ પરિણામ નહીં આવે કે હકારાત્મક પ્રતિસાદ નહીં મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ હવે આગળ ધપી શકે તેમ નહીં હોવાનું જાણવા મળે છે.

મહત્વપૂર્ણ છે કે આજથી અંદાજે બે વર્ષ પૂર્વે રેલવેતંત્ર દ્વારા મહાપાલિકા તંત્રને પત્ર પાઠવીને એવા મતલબની જાણ કરાઇ હતી કે સાંઢીયા પુલને 50 વર્ષથી વધુ સમય વિતી ગયો હોય હવેતેનું આયુષ્ય પૂર્ણ થયું છે તેથી તેના ઉપરથી ભારે વાહનો ચાલે તે જોખમી છે આથી મહાપાલિકાએ બ્રિજની બન્ને બાજુએ લોખંડના તોતિંગ એન્ગલ મૂકીને બ્રિજની બન્ને બાજુએ બ્રિજ ભયગ્રસ્ત હોવાના અને ભારે વાહનો માટે પ્રવેશ બંધ હોવાના સાઇન બોર્ડ મુક્યા હતા.

દરમિયાન એક વર્ષ પૂર્વે મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા અને તેમાં અનેક લોકોના મોત થયાની ભયાનક દુર્ઘટના બનતા રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ભયગ્રસ્ત પુલનો સર્વે કરવા આદેશ કર્યો હતો ત્યારે સાંઢીયો પુલ ફરી ચચર્મિાં આવ્યો હતો. આ દુર્ઘટના બાદ મહાપાલિકાએ રેલવે તંત્ર સાથે તબક્કાવાર બેઠકો યોજીને અહીં નવો પુલ બનાવવા નિર્ણય કરી ડિઝાઇન તૈયાર કરી હતી જેમાં રેલવેએ અનેક વાંધા કાઢતા ફરી નવી ડિઝાઇન તૈયાર કરી હતી જે મંજુર રહી હતી ત્યારબાદ માંડ માંડ બે વર્ષે પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચ્યો હતો ત્યાં ડાયવર્ઝન રૂટમાં બરાબર વચ્ચે રાજવીની જમીન આવતા અને અહીંથી ડાયવર્ઝન આપવા મામલે રાજવી તરફથી સહમતિ નહીં મળતા સમગ્ર પ્રોજેક્ટ લટકી પડ્યો છે. જો ભાજપ્ના શાસકો દરમિયાનગીરી નહીં કરે તો હવે આ પ્રોજેક્ટ ક્યારે સાકાર થશે તે કોઇ કહીં શકે તેમ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application