કોલકાતાની આરજી કાર હોસ્પિટલના નાણાકીય ગેરરીતીના કેસની તપાસ કરી રહેલા EDએ દાવો કર્યો છે કે ભ્રષ્ટાચારના નાણાં ટ્રાન્સફર કરવા માટે માત્ર પેન અને કાગળ પર 10 નકલી કંપનીઓ ખોલવામાં આવી હતી.
ઈડી અનુસાર, આ કંપનીઓ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓ અને મિત્રોના નામે ખોલવામાં આવી હતી. આ કંપનીઓના ખાતાનો ઉપયોગ કરીને નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. ઈડીને અનેક કંપનીઓના ડિરેક્ટરોના નામ પણ મળ્યા છે. ટૂંક સમયમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
મહિલા ડૉક્ટર સાથેની ઘાતકી ઘટના બાદ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘણા નજીકના સંબંધીઓ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા સુધી ઘટના સ્થળે હાજર હતા. જેમાં ડોક્ટરો અને વકીલોનો સમાવેશ થાય છે. સીબીઆઈ તેમના પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય એજન્સીએ તેમની હાજરીને લઈને પૂછપરછ પણ કરી છે. બીજી તરફ વર્ષ 2017માં સંદીપ ઘોષની હોંગકોંગની એક હોસ્પિટલમાં જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech