નરવાઇ માતાજીના મંદિર પાછળ દરિયાકિનારે રેતીચોરીનો થયો પર્દાફાશ

  • November 28, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની દરિયાઇપટ્ટી  ઉપર મોટી માત્રામાં રેતી ચોરી થઇ રહી છે ત્યારે પોરબંદર-માધવપુર નેશનલ હાઇવે પર નરવાઇ મંદિર પાછળ રેતીચોરી થતી હોવાની માહિતીના આધારે જંગલખાતાની ટીમે દરોડો પાડયો હતો અને એક રેતીચોરને પકડી પાડયો હતો.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એ.સી.એફ. રાજનબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણીયારની ટીમ દ્વારા પોરબંદર વન વભાગનો સ્ટાફ સંયુકત રીતે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ રેન્જની પોરબંદર રાઉન્ડની ચોબારી બીટના નરવાઇ પાછળના જંગલ વિસ્તારમાંથી દરિયાઇ રેતીના પાવડા અને તગારા વડે વહેચવાના ઇરાદે રેતી ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ હતો અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમની જોગવાઇ મુજબ રેતીચોરીનો ગુન્હો નોંધી અને સદરહુ ગુન્હા અન્વયે આ ગુનો કરનાર મુ‚ભાઇ જીવાભાઇ મોરી રે. નવાગામવાળા પાસેથી રકમ ‚ા. ૭૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application