રેતી, કપચી ઓવરલોડ ભરે, તાલપત્રી પણ ન હોય, અન્ય વાહનો માટે પણ યમદૂતનું રૂપ!!!

  • January 12, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરને જોડતા માર્ગેા પર છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાતા યમદૂત રૂપ જેવા ડમ્પરોથી પોલીસ ઘૂંઘટ તાણી રહી હોય ે રીતે આવા માતેલા સાંઢ સમા ડમ્પરો, ટ્રકો નિયમોનો પણ છડેચોક ઉલાળિયો કે ઐસીતૈસી કરે છે. ડમ્પરમાં ક્ષમતા કે લેવલથી વધુ ઉપર ઢગલો દેખાય એ રીતે રેતી, કપચી કે આવું મટિરિયલ્સ ભરેલુ હોય, તાલપત્રી પણ ઢાંકેલી ન હોય, ઉભા રસ્તે આ મટિરિયલ ઢોળાતું આવે અથવા તો રેતીમાંથી પારીનું પુરા રસ્તે વ્હેણ વહેતુ હોવાથી અન્ય વાહનો ખાસ કરીને ટુ વ્હીલર્સ, કાર કે આવા નાના વાહનો પર અકસ્માતનો સતત ભય ઝળુંબતો રહે છે.

ડમ્પરોમાં ઘણાખરા નહીં અનેક એવા ચાલકો હશે કે તેમની પાસે લાઈસન્સ તો નથી જ હોતા, આ નિયમ ભગં તો છેજ સાથે ડમ્પરોમાં પાછળના ભાગે ઠાઠામાં તેની હાઈટની લેવલ–પેરેલલ મટિરિયલ ભરવાના બદલે લેવલ બાદ ઉપર મોટો ઢગલો ડુંગર બનાવીને નીકળતા હોય છે. નિયમ પ્રમાણે કોઈપણ મટિરિયલનું ખુલ્લ ામાં પરિવહન ન થઈ શકે પરંતુ આપણને તો રોકનાર કોણ પોલીસ અને આરટીઓ જાણે બન્ને આપણા ગજવામાં અથવા તો આવશે કે રોકશે ત્યારે જોયું જાશે. માગે એ આપી દેશું. જેવી તુમાખી સાથે બેફામ બનીને નીકળે અને રસ્તાઓ, હાઈવે પર ઓવર સ્પીડ દોડે છે.

ડમ્પર, ટ્રકના ઠાઠામાં રેતી, કપચીનો ડુંગર કરેલો હોય રેતી ભરી હોય તો અંદરથી સતત પાણીની ધારો, દરેડા રસ્તા પર થતાં રહે છે. સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે બ્રેક તો ભાગ્યે જ લગાવતા હશે. કારણ કે જો કાંઈ થાય તો સામેવાળાને ડમ્પરને એવું ખાસ નુકસાન પણ નથી થતું. હા એ ચોક્કસ કે જયારે સામે કે આગળ પાછળ તેની વડોવડનું એટલે કે મોટો ટ્રક, લોડર, જેસીબી કે બસ આવા વાહનો હોય ત્યારે આ ડમ્પરના ચાલકોને સૂઝબૂઝ શાન ભાન બધુ આવી જાય. કારણ કે, જો તેની સાથે ભટકાય તો પોતાનો પણ જીવ જઈ શકેનો ડર ભરપુર હોય છે. બાકી ટુ વ્હીલર કે કાર જેવા નાના વાહનોની તો કોઈ પરવાહ ન કરે ઉલાળિયો કરતા નીકળી જાય.

હાઈવે કે શહેરને જોડતા માર્ગેા પર પરિવહન કરતા કે કાર, ટુ વ્હીલર્સ કે આવા નાના વાહનો તો ડમ્પરને જુવે એટલે યમદૂત રૂપ જેવા જ દેખાતા હશે અને જીવ બચાવવા સાઈડમાં ઉતરી જતાં હણશે. કારણ કે, જો સાઈડ ન આપે અથવા તો ડમ્પરની નજીક પણ ચાલે તો ડુંગર જેવા રેતી, કપચીનો ઢગલામાંથી ગમે ત્યારે નીચે રસ્તા પર મટિરિયલ ફેલાય. આ મટિરિયલ કાર કે નાના વાહનો પર પડે એટલે કાંતો વાહનોમાં નુકસાન થાય અથવા તો ગમખ્વાર અકસ્માત થઈ પડે.
રેતીમાંથી રસ્તા પર સતત પાણી વહેતું હોવાથી આ પાણી પર વાહનો પસાર થાય એટલે જીણી જણ ઉડે, ધૂળ ડમરીઓ પણ સીદી વાહનોમાં ચિપકે કાચ ધૂંધળા બની જતાં હોય છે. આ બધુ પોલીસને કેમ નહીં દેખાતું હોય? કે જયાં દેખાતું હશે અને ત્યાં કાર્યવાહી કરાતી હશે છતાં આવા ડમ્પરો બેખૌફ કે કોઈ ડર વિના ફરી એને એજ સીસ્ટમથી દોડવા લાગતા હશે.


પોલીસ કમ સે કમ આટલી તસ્દી તો લ્યે

ડમ્પરો પર રેતી, કપચી કે આવા મટિરિયલના ઢગ, ડુંગર પર ગ્રીન કલરની કે આવી નેટ, તાલપત્રી બંધાવવાની તો કમસેકમ પોલીસ તસ્દી લે. પોલીસ ધારે તો ડમ્પરધારકો કે જયાં ગોઠવણ હોય ત્યાં સિંગલ મેસેજ કે સૂચના પાસ કરી આપે કે કોઈ ડમ્પર કે આવા વાહનો ખુલ્લ ા ડુંગરો રાખીને ન નીકળે તાલપત્રી ઢાંકીને જ નીકળે તો પણ ઘણોખરો ફરક પડશે કે કોઈના જીવ જતાં અટકશે. અથવા તો નાના મોટા અકસ્માતો અટકશે.


રેતી–કપચી કે આવા મટિરિયલ્સમાં ગ્રાહકો સાથે પણ ઉઘાડેછોગ છેતરપિંડી!!

બાંધકામ વ્યવસાય અથવા કોઈ પોતાનો નાનો આશિયાનો બનાવે તો પણ રેતી, કપચી, મોરમ કે આવા રો મટિરિયલની તો પ્રથમ જરૂરિયાત રહે જ, ટ્રકો, ડમ્પરોમાં આવા મટિરિયલમાં પણ જાણે ઘરનું ઘર બનાવનાર સામાન્ય વ્યકિતથી લઈ બિલ્ડર્સ સુધીનાઓ સાથે આડકતરી રીતે છેતરપિંડી થતી રહેતી હશે. રેતી અને કપચી કે મટિરિયલ ટનના ભાવ મુજબ આવતું હોય છે. ડમ્પરો, ટ્રકોમાં આવું મટિરિયલ આવે છે પરંતુ ફત્પલ પારીના છંટકાવ નહીં પાણીથી તરબતર કરી દેવાતું હશે અથવા તો ડાયરેકટ રેતી, કેમકે ત્યાંથી ભરી જ લેવાતું હશે. એટલે પાણી રસબોળ હોય છે. રીતસર બે–ત્રણ કલાક સુધીના રન કાપીને આવા વાહનો સપ્લાય સ્થળે પહોંચે ત્યાં સુધી પારી નિતરતુ હોય છે. વાહનો, રેતી, કપચી ભરીને નીકળે ત્યારે તો પાણીનો તો ધોધ મુકીને તરબતર કરી દેવાય છે અને વે–બ્રીજ પર આવા મટિરિયલ સાથેના વાહનનો વજન કરીને માલ મંગાવનારને હાથમાં પાણીથી રસબોળ રેતી, કપચીના વજનની ચિઠ્ઠી પકડાવીને આડકતરી રીતે કદાચ બે–ત્રણ ટન કે આવા વજનનું પાણી છાંટીને પાણી પણ રેતીના મોલે ભાવે દેખાડીને હજારો રૂપિયાની છેતરપિંડી થતી હશે. જો આ વાત સત્ય હોય તો પાપ પર પા જેવું કામ કહી શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application