હરીધામ સોખડાના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા વિવાદમાં અલગ થયેલા જૂથ દ્રારા કરાતા અનેક લીટીગેશન પૈકી રાજકોટ મુકામે ટ્રસ્ટમાં ૩૩.૩૬ કરોડની છેતરપિંડીની ફરિયાદમાં પોલીસ ધરપકડની દહેસતથી સાધુ ત્યાગવલ્લભ સ્વામી (ટી.વી.સ્વામી) દ્રારા કરાયેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્રારા મંજુર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સતં હરિપ્રસાદ સ્વામીના દેહવિલય બાદ સંપ્રદાયમાં પ્રબોધ સ્વામી જૂથ અને ટી.વી. સ્વામી જૂથ વચ્ચે વિખવાદ શ થયા હતા, દરમિયાન આણદં જિલ્લાના વિધાનગરના બાકરોલ મુકામે આત્મીય વિધા ધામના મેનેજર પવિત્ર હર્ષદરાય જાનીએ સંપ્રદાયના જ રાજકોટ સર્વેાદય કેળવણી સમાજ ટ્રસ્ટના ધર્મેશ રમેશચદ્રં જીવાણી, વૈશાખી ધર્મેશ જીવાણી, નિલેશ બટુકભાઈ મકવાણા, ટ્રસ્ટના સેકેટરી અને વહીવટકર્તાઓ વિધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. દાખલ કરી હતી, તેમાં સર્વેાદય કેળવણી સમાજ ટ્રસ્ટ સાથે આરોપીઓની ઈન્ફિનિટી વર્કસ, ઓમની ચેનલ પ્રા.લી. કંપની સાથે ડમી કરાર કરી કરાર આધારીત કોઈ સેવા પુરી પાડેલ ન હોય અને આત્મીય ટેક ઉત્કર્ષ નામના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉચાપત કરી હોવાનું તેમજ સર્વેાદય કેળવણી સમાજ સંચાલીત જુદી જુદી સંસ્થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેઓના ખાતામાં પીયા જમા કરાવી આશરે ૩૦ કરોડની રકમનો અંગત લાભ માટે ઉચાપત કરી આશરે કુલ ા.૩૩.૩૬ લાખ સર્વેાદય કેળવણી સમાજ ટ્રસ્ટમાં પુર્વયોજીત કાવતં રચી આરોપીઓએ ટ્રસ્ટ સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ કરાવેલ. જે સબબ પોલીસ દ્રારા ધરપકડની દેહસતથી સાધુ ત્યાગવલ્લભદાસ ગુ હરીપ્રસાદદાસજી (ટી.વી.સ્વામી)એ એડવોકેટ સુરેશ ફળદુ મારફતે સેશન્સ અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજુર થઇ હતી. બાદ હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરતા ત્યાગવલ્લભ સ્વામીની ધરપકડ સામે સ્ટે મેળવવામાં આવ્યો હતો. દરમિયાન ફરીયાદી પવિત્ર જાની દ્રારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા લીટીગેશનોમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ડ્રાફટ ચાર્જશીટ આવી જતા ટી.વી. સ્વામીની કવોશિંગ પરત ખેંચી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ચલાવવા જણાવતા સિનિયર ધારાશાક્રી સુધીર નાણાવટી મારફત જણાવેલ કે ટી.વી. સ્વામીનું ફરીયાદમાં સીધી રીતે નામ નથી, સેક્રેટરી તરીકે ઉલ્લેખ છે, ટ્રસ્ટના વાર્ષિક હિસાબોનું નિયમ અનુસાર સી.એ. દ્રારા ઓડિટ થયેલ હિસાબો ચેરીટી ઓફીસમાં રજુ થઈ ગયા છે અને ઈન્કમટેક્ષ વિભાગ ધ્વારા સ્કુટીની કરી એસેસમેન્ટ ઓર્ડર પાસ કરવામાં આવેલ છે. તેમા કોઈ કવેરી કે પ્રશ્ન ઉદભવેલ નથી, સહ આરોપીઓના જામીન થઈ ગયા છે, જે દલીલો રજૂઆતો અને રેકર્ડ પરના પુરાવાઓ ધ્યાને લઇને હાઇકોર્ટ દ્રારા સાધુ ત્યાગવલ્લભ સ્વામી ઉર્ફે ટીવી સ્વામીને આગોતરા જામીન ઉપર મુકત કરતો ચુકાદો ફરમાવ્યો છે. આ કામમાં આરોપી ટી.વી. સ્વામી વતી હાઈકોર્ટમાં વરિ ધારાશાક્રી સુધીર નાણાવટી, વૈભવ શકિત, વંદન બક્ષી, જાનકી જાડેજા તથા રાજકોટના ફોજદારી બાબતોના નિષ્ણાતં એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech