તિરૂપતિ મદ્રાસ કાફે-બેંગાલ સ્વીટ્સને નોટિસ સ્પેસ ઓડિસી ખાતેના નેચરલ્સમાં સેમ્પલિંગ

  • June 19, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસરાએ જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નિર્મલા રોડ ઉપર ફાયર બ્રિગેડ સામે આવેલ તીરૂપતિ મદ્રાસ કાફેમાં ચેકિંગ કરીને પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. તદઉપરાંત કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ અંડરબ્રિજ ચોકમાં આવેલ બેંગાલ સ્વીટ્સમાં ચેકિંગ કરીને પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તા લાયસન્સ સ્ળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર સામે હોકર્સઝોન વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધર્ંધાીઓની ચકાસણી કરી ૧૨ને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્ળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી જેમાં (૧)દ્વારકાધીશ સેન્ડવીચ (૨) વી.કે. ફ્રૂટ જ્યુશ (૩)ચામુંડા દાળપકવાન (૪) ચામુંડા કઠોળ (૫) મેગી પોઈન્ટ (૬) દિલખુશ છોલેભટુરે (૭) શિવ છોલે ભટુરે (૮) ગ્રીન કોકોનેટ (૯) બાલાજી સાઉ ઇન્ડિયન (૧૦) એએનડી કટક બટક (૧૧) સ્વાતિ મદ્રાસ કાફે તા (૧૨)ઓમ ચાઇનીઝ સહિતનાઓને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તા (૧૩) પ્રયોશા નાસ્તા (૧૪) બાલાજી છોલેભટુરે (૧૫) ચામુંડા લચ્છી (૧૬) બાલાજી દાળ પકવાન (૧૭) માં હરસિધ્ધિ વડાપાઉં (૧૮) શિવમ સાઉ ઇન્ડિયન (૧૯)જેડીસ સેન્ડવીચ (૨૦)રૂચિત ફેન્સી ઢોસાની ચકાસણી કરવામાં આવી હતી.

આ દુકાનોમાંથી લેવાયા સેમ્પલ
(૧) અમૂલ તાઝા મિલ્કનું સેમ્પલ સ્ળ- ઉમિયા ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર, ભારતીનગર શેરી નં.૨, ગાંધીગ્રામ
(૨) હોક્કો કેશર પિસ્તા આઈસ્ક્રીમનું સેમ્પલ સ્ળ- દર્શન એન્ટરપ્રાઇઝ, શેડ નં.૧, પ્લોટ નં.૯, સમ્રાટ ઇન્ડ. એરીયા મેઇન રોડ, ગોંડલ રોડ
(૩) નેચરલ્સ કેસર પિસ્તા આઇસ્ક્રીમનું સેમ્પલ સ્ળ- ક્રીમ ઝોન, નેચરલ્સ, ગ્રાઉન્ડ ફ્લોર નં.૩, સ્પેસ ઓડીસી, કેકેવી હોલ પાસે, કાલાવડ રોડ
(૪) નેચરલ્સ સ્પાઇસી ગોવા આઈસ્ક્રીમનું સેમ્પલ સ્ળ- ક્રીમ ઝોન, નેચરલ્સ, ગ્રાઉન્ડ ફ્લોર નં.૩, સ્પેસ ઓડીસી, કેકેવી હોલ પાસે, કાલાવડ રોડ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application