રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગ દ્રારા તાજેતરમાં શહેરના કાલાવડ રોડ ઉપરના બીએપીએસ મંદિર અને ઢેબર રોડ સ્વામિનારાયણ ગુકુળમાંથી ઉત્પાદન કરાતી મિઠાઇના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલાયા છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફુડ સેટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે ફડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ તાજેતરમાં કાલાવડ રોડ ઉપર આવેલા બોચાસણવાસી અક્ષર પુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) મંદિર ખાતેથી લુઝ મોહન થાળ મીઠાઇ અને મગસ લાડુ લુઝ સહિતના બે સેમ્પલ તેમજ ઢેબર રોડ સ્વામિનારાયણ ગુકુળમાંથી અડદિયા તેમજ મગસના લાડુ સહિતના બે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ચારેય સેમ્પલ પૃથ્થકરણ અર્થે રાય સરકારની ફડ લેબોરેટરીમાં મુકવામાં આવ્યા છે, ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આવ્યેથી આ મિઠાઇની ગુણવત્તા અંગેની વિગતો તેમજ ભેળસેળ હતી કે કેમ તે સહિતની વિગતો જાહેર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત બન્ને સ્થળોએથી દરરોજ હજારો હરિભકતો તેમજ અન્ય નાગરિકો પણ મિઠાઇની ખરીદી કરતા હોય છે ત્યારે સેમ્પલ લેવામાં આવતા સત્ય સામે આવશે. અગાઉ એકાદ બે વખત બીએપીએસ મંદિરના ફડ સ્ટોર પ્રેમવતી અને ગુકુળના ફડ સ્ટોર શ્રીજી પ્રસાદમના ફડની ગુણવત્તા સામે ગ્રાહકોમાંથી ફરિયાદો ઉઠતા સેમ્પલ લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech