આ દેશમાં સમલૌંગિક યુગલો કરી શકશે લગ્ન, સરકારે બનાવ્યો કાયદો

  • September 26, 2024 11:43 AM 



થાઈલેન્ડમાં સમલૈંગિક યુગલો હવે લગ્ન કરી શકશે. મંગળવારે રાજા મહા વજીરાલોંગકોર્નની મંજૂરી બાદ હવે સમલૈંગિક વિવાહ એક્ટ કાયદો બની ગયો છે. આ કાયદો દેશમાં આવતા વર્ષથી એટલે કે 22 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે.


કાયદાના અમલ બાદ દેશમાં કોઈપણ સમલૈંગિક વિવાહ કાયદેસર રીતે તેમના લગ્નની નોંધણી કરાવી શકશે. થાઈલેન્ડ હવે સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો એશિયાનો ત્રીજો અને દક્ષિણપૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે.


વારસા અને દત્તક લેવાનો મળ્યો અધિકાર


આ બિલ એપ્રિલમાં થાઈલેન્ડના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અને જૂનમાં સેનેટમાં પાસ થયું હતું. હવે રાજાની મંજૂરી બાદ તેણે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે. કાયદો સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અને નાણાકીય અને તબીબી અધિકારો પ્રદાન કરવાની જોગવાઈ કરે છે. સમલૈંગિક યુગલો બાળકોને દત્તક લઈ શકશે. તેમને વારસાનો હક પણ મળ્યો છે. હવે દસ્તાવેજોમાં લિંગને બદલે પુરુષ, સ્ત્રી અને પતિ-પત્નીને બદલે જેન્ડર ન્યુટ્રલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.


નેધરલેન્ડ એ માન્યતા આપનાર પ્રથમ હતું


નેધરલેન્ડે સૌપ્રથમ 2021માં સમલૈંગિક વિવાહને માન્યતા આપી હતી. હાલમાં, વિશ્વના 30 થી વધુ દેશોમાં સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપવામાં આવી છે. જો એશિયાની વાત કરીએ તો, તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ આવું કરનારો ત્રીજો દેશ બની ગયો છે. કાયદો લાગૂ થતાં જ થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નની માગણી કરનારા કાર્યકરોમાં ખુશીની લહેર છે.


એક દાયકા લાંબી લડાઈ


આ કાયદો થાઈલેન્ડમાં 22 જાન્યુઆરીથી અમલમાં આવશે. એક જ દિવસે એક હજારથી વધુ સમલૈંગિક યુગલોના સમૂહ લગ્નની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ બેંગકોકમાં યોજાશે. જણાવી દઈએ કે, થાઈલેન્ડમાં LGBTQ સમુદાય છેલ્લા એક દાયકાથી આ લડાઈ લડી રહ્યો હતો.


નેધરલેન્ડે સૌપ્રથમ 2021માં ગે લગ્નને માન્યતા આપી હતી. હાલમાં, વિશ્વના 30 થી વધુ દેશોમાં સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપવામાં આવી છે. એશિયાની વાત કરીએ તો, તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ આવું કરનારો ત્રીજો દેશ બની ગયો છે. કાયદો લાગૂ થતાં જ થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નની માગણી કરનારા કાર્યકરોમાં ખુશીની લહેર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application