ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ અને સ્વામી ચત્રભુજદાસજી મહારાજ આર્શીવચન પાઠવશે: તા.19ના રોજ એમ.પી.શાહ લો-કોલેજના મેદાનમાં યજ્ઞ પવિતનો કાર્યક્રમ રંગેચંગે થશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.19ના રોજ એમ.પી.શાહ લો-કોલેજ, સાતરસ્તા પાસેના મેદાનમાં વિનામૂલ્યે ભવ્ય 50 બટુકોને યજ્ઞ પવિત આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, તા.18ના રોજ પણ વિવિધ કાર્યક્રમો થશે, તા.18ના રોજ બપોરે 3 વાગ્યે મંડપ મુર્હુત, 4 વાગ્યે ગણેશ સ્થાપના, 5 વાગ્યે મામેરા, 5:30 વાગ્યે પીઠી, 7:30 વાગ્યે દાંડીયા રાસ, 9 વાગ્યે ભોજન સમારંભ યોજાશે.
તા.19ના રવિવારે સવારે 7 વાગ્યે બટુક મુંડન, 8 વાગ્યે ગણેશ પુજન, 9:30 વાગ્યે ગૃહશાંતિ, 11 વાગ્યે યજ્ઞ પવિત, 12 વાગ્યે કાશી યાત્રા અને 12:30 વાગ્યે મહાપ્રસાદ, ઉપરાંત ભાગવતાચાર્ય રશ્મીનભાઇ ત્રિવેદી બટુકોને વૈદીક વિધી વિધાન દ્વારા યજ્ઞ પવિત ધારણ કરાવશે, આ કાર્યક્રમમાં ગં.સ્વ.મંજુલાબેન લક્ષ્મીદાસ પુજારા પરીવાર, યોગેશભાઇ પુજારા, રીટાબેન રાહીલભાઇ અને અવનીબેન પુજારા પરીવાર દ્વારા તા.19ના રોજ મુખ્ય પ્રસાદ માટે અનુદાન અપાયું છે, કાર્યક્રમમાં સ્વ.મૃત્યુંજય ર્કિતીકુમાર પંડયા (હસ્તે ચાલાબેન પંડયા અને કોમલબેન મહેતા) દ્વારા તમામ બટુકોને ધોતી અને ઉપવસ્ત્ર અપાશે.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, સ્ટે.કમીટીના ચેરમેન નિલેશ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ વિમલભાઇ કગથરા, મીતેશભાઇ લાલ, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, પુજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા, નિતીનભાઇ ઓઝા, ગીરીશભાઇ અમેથીયા, વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, શાસક પક્ષના નેતા આશીષ જોશી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, ટ્રસ્ટીઓ જયદીપ રાવલ, સુનીલ જોશી, સીમીત રાવલ, મહેશ રાવલ, ભાર્ગવ પંડયા, શહેર પ્રમુખ કીરીટભાઇ ઠાકર, યુવા પ્રમુખ વિરલ ત્રિવેદી, જિલ્લા મહીલા પ્રમુખ નિશાબેન અસ્વાર અને શહેર પ્રમુખ મનીષાબેન ઠાકર જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના નૌકાદળની તાકાત વધશે, પીએમ મોદીએ રાષ્ટ્ર્રને ૩ સ્વદેશી યુદ્ધ જહાજ સોંપ્યા
January 15, 2025 03:25 PMઠંડીમાં ઘર વિહોણાઓને રેન બસેરામાં ખસેડવા મ્યુ.કમિશનર સુમેરાની ડ્રાઇવ
January 15, 2025 03:20 PMસોની બજારમાં દુકાન સહિત શહેરમાં મ્યુનિ.બાકીદારોની ૧૨ મિલકતો સીલ
January 15, 2025 03:19 PMમકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:
January 15, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech