સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ૨૦૨૫ની ચૂંટણીમાં ગઈકાલે યોજાયેલા મતદાન બાદ પરિણામોમાં બી સી આઇ મેમ્બર દિલીપ પટેલ પ્રેરિત સમરસ પેનલનો રહ્યો છે, જેમાં પ્રમુખપદે પરેશ મારૂ સહિતના ચાર હોદ્દેદારો અને દસમાંથી આઠ કારોબારી સભ્યો પણ સમરસ પેનલે અંકે કર્યા છે, જ્યારે ભાજપ લીગલ પ્રેરિત કાર્યદક્ષ પેનલમાંથી સેક્રેટરી સંદીપ વેકરીયા અને જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્ર પારેખ તેમજ બે કારોબારી સભ્યો ચૂંટાઈ આવ્યા છે.
રાજકોટ બાર એસોસિએશનની 2025ના વર્ષની ચૂંટણીમાં ગઈકાલે થયેલા મતદાનમાં કુલ 3,699 મતદારોમાંથી 2122 મત પડતા ૫૭.૩૬ ટકા મતદાન થયું હતું. શહેરના જામનગર રોડ ઉપર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં આ વર્ષે ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ મેદાનમાં હતા. બાર એસોસીએશનની ચૂંટણીનો માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવો જામ્યો હતો. ગઈકાલે બપોરે 4:00 વાગ્યા થી શરૂ થયેલ મત ગણતરી મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલી હતી, મતગણતરીના અંતે સમરસ પેનલના ફાળે પ્રમુખ, ઉપપ્રમુખ ,લાયબેરી સેક્રેટરી ,મહિલ અનામત મળી સાત કારોબારી કબજામા અને કાર્યદક્ષ ના ફાળે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને બે કારોબારી સભ્યો વિજેતા બન્યા છે જ્યારે એક્ટિવ પેનલનો સફાયો થયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ચૂંટણીની તારીખ જાહેર કરતા વકીલો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પહેલા ભાઈચારાના ભાવે યોજાતી હતી. બાદમાં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત વકીલો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપ પ્રેરિત વકીલોની એકતા તૂટી હોય તેમ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ સામસામે ટકરાય છે. ત્યારે આ વર્ષે જામનગર રોડ ઉપર નવનિર્માણ પામેલી નવી કોર્ટમાં પ્રથમ વખત યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ સહિત સ્વતંત્ર મળી51 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવ્યા હતા. જેમાં પરેશ મારૂની સમરસ પેનલ, પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ વચ્ચે ખરા-ખરીનો જંગ જોવા મળ્યો હતો બાદ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ સહિતના ૧૬ હોદા ઉપર ત્રણ પેનલ સહિત ૫૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી સ્વતંત્ર ઉમેદવાર અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વોરા, સેક્રેટરીમા કેતન દવે, સંદીપ વેકરીયા, પરેશ વ્યાસ અને વિનસ છાયા, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, પંકજ દોંગા અને કૈલાશ જાની, લાઇબ્રેરી સેક્રેટરીમાં રવિ ધ્રુવ અને કેતન મંડ, મહિલા અનામતમાં અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય, નવ કારોબારીમાં એક્ટિવ પેનલના રમેશભાઈ આદ્રોજા, ધર્મેન્દ્ર ઝરીયા, હસમુખ બારોટ, ધારેશ દોશી, અનિલ પરસાણા, દીપેન પાટડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ભાવનાબેન વાઘેલા, સમરસ પેનલના કારોબારી સભ્યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશા વાલવા, કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુક્લા, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા સહિત ૨૭ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ સહિત પ્રમુખ પદ સહિતના હોદા ઉપર સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ જીતનો સ્વાદ ચાખવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ છેલ્લી ઘડી સુધી મતદારોના મત મેળવવા મતદારોને રૂબરૂ મળી પ્રચાર કરવામાં આવ્યો હતો.
રાજકોટ બાર એસોસીએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં કોર્ટ કમ્પાઉન્ડમાં સવાર 9 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. વકીલો મતદાન કરી પોતાના ઉમેદવારને જીતાડવા બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં 3699 મતદાર વકીલોમાંથી 2122 જેટલા વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન ઘટ્યું હોય તેમ 57.37% મતદાન નોંધાયું હતું. બાદમાં બપોર બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મત ગણતરીમાં મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી. બંને પેનલે જીતના વિશ્વાસ સાથે વિજ્યોત્સવની તૈયારી કરી હતી. મતગણતરી દરમિયાન મોડી રાત સુધી વકીલો ચૂંટણી પરિણામ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન નીરસ રહ્યું હોય તેમ 7 ટકા મતદાનનો ઘટાડો થયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં 57.37 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સમરસ પેનલન ફાળે પ્રમુખ, ઉપપ્રમુખ ,લાયબેરી સેક્રેટરી ,મહિલ અનામત મળી સાત કારોબારી કબજામા અને કાર્યદક્ષ ના ફાળે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને બે કારોબારી સભ્યો વિજેતા બન્યા છે જ્યારે એક્ટિવ પેનલનો સફાયો થયો છે. બારસો સેશનની ચૂંટણીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ નો હાથ ઉપર રહ્યો છે જ્યારે શહેર ભાજપ લીગલ સેલના ચેરમેનના ફાળે બે હોદ્દેદારો અને બે કારોબારી સભ્યો વિજય બન્યા છે જ્યારે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની પેનલ પરાજય થયો છે. બાર ની ચૂંટણી ના સમીકરણો બદલાયા છે જેની અસર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં
હોદ્દેદારો, કારોબારી સભ્યોને મળેલા મત અને પેનલ
રાજકોટ બાર એસોસિએશનની આ ચૂંટણીમાં છ હોદ્દેદારોમાંથી ચાર હોદ્દેદારો સમરસ પેનલના સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરીપદ કાર્યદક્ષ પેનલને ફાળે ગયા
પ્રમુખ પરેશ મારુ 799 સમરસ
ઉપપ્રમુખ સુમિત વોરા 1152 સમરસ
સેક્રેટરી સંદીપ વેકરીયા 999 કાર્યદક્ષ
જો.સેક્રેટરી જીતેન્દ્ર પારેખ 756કાર્યદક્ષ
લાયબ્રેરીસેક્રેટરી કેતન મંડ 1129સમરસ
ટ્રેઝરર પદે પંકજ દોંગા 884. સમરસ
મહિલા અનામત કારોબારી સભ્ય
રક્ષાબેન ઉપાધ્યાય 868 સમરસ
9 સામાન્ય કારોબારી સભ્યો
1 પ્રગતિ કાપડિયા 1081સમરસ
2 તુષાર દવે 940 સમરસ
3 નિકુંજ શુક્લ 892 સમરસ
4 સંજય ડાંગર 881 સમરસ
5 પરેશ પાદરીયા 849 સમરસ
6 અશ્વિન રામાણી 849 સમરસ
7 કિશન રાજાણી 809 કાર્યદક્ષ
8 મુનીસ સોનપાલ 776 સમરસ
9 હિરેન ડોબરીયા 757 કાર્યદક્ષ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
December 21, 2024 01:57 PMજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech