ધીરૂભાઈની જન્મજયંતીની ઉજવણી: આજે લેઝર–શો, રિયલ્ટી શો તેમજ સ્ટેન્ડઅપ કોમેડી અને ધમાકેદાર ઓરકેસ્ટ્રાના મનોરંજન કાર્યક્રમો યોજાશે: રવિવારે કનીકા કપુરનો ભવ્ય શો યોજાશે: રિલાયન્સના અધિકારીઓ–કર્મચારીઓને રવિવારનું મળ્યું આમંત્રણ: સોહીલખાન, હેલન, લુલીયા, રિતેશ દેશમુખ, જેનેલિયા સહિતના સ્ટાર આવી પહોંચ્યા
ઉજવણી અને મોજ–મજા માટે અંબાણી પરીવાર જામનગરની પસંદગી કરતું થયું છે અને અહીંના રિલાયન્સ ગ્રીન્સમાં અનેક કાર્યક્રમો યોજાયા છે, આજે રાત્રે અદભુત આતશબાજી થશે, લેસર–શો સહિતના કાર્યક્રમો યોજાશે, ગઇકાલે બોલીવુડના ભાઇજાન સલમાન ખાનનો બર્થ–ડે ઉજવાયો હતો તેમા પણ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને રિલાયન્સ ગ્રીન્સનું આખું આકાશ ઝળહળી ઉઠયું હતું. આ ઉજવણીમાં સલીમ ખાન સિવાયનો આખો પરીવાર હાજર હતો અને કાલે ઘણા બધા સ્ટાર જામનગરના વિમાની મથકે આવ્ા હતાં, રવિવારે રિલાયન્સના અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને મનોરંજનના કાર્યક્રમ સાથે ભોજન માટે આમંત્રણ અપાયું છે, અત્રે નોંધનીય છે કે આજે સ્વ.ધીરૂભાઇ અંબાણીની જન્મજયંતિ છે, તેના અનુસંધાને પણ કાર્યક્રમો થશે.
છેલ્લા ચાર દિવસથી બોલીવુડના મોટા સ્ટારોના જામનગર તરફ આગમન શરૂ થયા હતાં, સૌ પ્રથમ સ્ટાર કીડસ આવ્યા હતાં, આ પછી અન્ સેલીબ્રીટીઓ આવી હતી, મુકેશ અંબાણી, નિતા અંબાણી, કોકીલાબેન અંબાણી, આકાશ અંબાણી, શ્ર્લોકા અંબાણી પણ એકી સાથે આવ્ા હતાં, અનતં અંબાણી અને રાધીકા મર્ચન્ટ પહેલેથી જ અહીં ઉપસ્થિત છે.
ગઇકાલે સલમાન ખાનનો આખો પરીવાર એકી સાથે વિમાની મથકે ઉતર્યેા હતો જેમાં માતા હેલન અને સલમા, સોહીલ ખાન, બનેવી આયુષ શર્મા, અર્પીતા શર્મા આવ્યા હતાં અને આ સાથે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ મનાતી લુલીયા વંતુર પણ પરીવાર સાથે આવી હતી, આ ઉપરાંત જાણીતા સ્ટાર રિતેશ દેશમુખ, જેનેલીયા ડીસોઝા પણ આ કાફલા સાથે આવ્યા હતાં, આ ઉપરાંત પણ કેટલાક નામી–અનામી હસ્તીઓ આવી હતી.
સાંજે સલામાન ખાનનું વિમાની મથકે આગમન થયું હતું, જો કે સલમાનની સાથે બીજા કોઇ સ્ટાર તો ન હતાં આવ્ા પરંતુ તાજેતરમાં જેની સરા જાહેર હત્ા થઇ હતી તે બાબા સીદીકીના પુત્ર અને ધારાસભ્ય ઝીશાન સીદીકી સાથે જોવા મળ્યો હતો, તમામ સ્ટાર મોટર માર્ગે રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થયા હતાં, એરપોર્ટની બહાર રાસ–ગરબાની રમઝટ સાથે સ્ટારોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે સ્વ.ધીરૂભાઇ અંબાણીની જન્મજયંતિ છે, આ ઉપરાંત મોટી ખાવડી ખાતેની રિલાયન્સની રીફાઇનરીને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ બંને બાબતોને સાંકડીને પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જો કે રિલાયન્સ તરફથી કોઇ કાર્યક્રમની સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગઇકાલે બોલીવુડના ભાઇજાન સલમાન ખાનનો બર્થ–ડે રિલાયન્સ ગ્રીન્સમાં ઉજવવામાં આવ્ો હતો અને કહેવાય છે કે, જબરદસ્ત જલ્સો યોજાયો હતો, વ્હેલી સવાર સુધી કાર્યક્રમો ચાલ્યા હતાં, હનીસિંઘ સહિતના કલાકારોએ કાર્યક્રમો આપ્યા હતાં અને ભવ્ય રીતે કેક કટીંગ પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech