સલમાનની ટાઇગર-3 ઓટીટી પર કરશે ગર્જના, જાણો ક્યાં સ્ટ્રીમ થશે

  • January 06, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલમાન ખાન અને કેટરીના કૈફને ચમકાવતી જાસૂસી થ્રિલર ટાઇગર-3 અંગે એક સમાચાર છે. જીહા, તમે ટાઇગર-3ને થિયેટરમાં જોવાનું ચૂકી ગયા છો અથવા તો તમે ફરીથી આ ફિલ્મને નિહાળવા ઇચ્છતા હોવ તો તમારી આ ઇચ્છા હવે ટૂંક સમયમાં પૂરી થવાની છે. કેમ કે, હવે ટાઇગર-3 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ માટે તાજેતરમાં એક જાહેરાત પણ કરવામાં આવી હતી.


મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત 'ટાઈગર 3' દિવાળી પર 12 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની ઓપનિંગ શાનદાર રહી હતી. આ ફિલ્મ પાંચ અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ચાલી હતી. સ્થાનિક બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી હતી. થિયેટરમાં સારી એવી કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોવા મળશે.


મહત્વનું છે કે હજુ સુધી એ જાહેરાત કરવામાં આવી છે કે સલમાન ખાનની ટાઇગર-3 ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ'ની જેમ 'ટાઈગર 3' પણ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ ફિલ્મને નિહાળી શકાશે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application