બિશ્નોઇ ગેંગની સલમાન ખાનને ફરી ધમકીઃ હવે ફક્ત ઝાટકો વાગશે

  • March 20, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ભાઇજાનને સતત ધમકી મળતા ખાન પરિવાર ભારે પરેશાન
  • ધમકીનો ઇ-મેલ મળતા મુંબઇ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે સુરક્ષા વધારી


બોલીવૂડના ભાઇજાન સલમાન ખાનને ફરી એકવાર ઇ-મેલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. સતત ધમકીઓ મળતા સલમાન ખાનના પરિવારમાં ભયનો માહોલ છે.જ્યારે પોલીસે એક્ટરના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

ધમકી આપવાના આરોપમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગોલ્ડી બરાડ અને રોહિત બરાડ વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધાયેલી છે. ત્યારે જેલની અંદરથી આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ સલમાન ખાનની હત્યા કરીને ગુંડા બનવાની વાત કરી છે. લોરેન્સ બિશ્નોઈએ વધુમાં કહ્યું હતુ કે....

 મેં આ વાત લગભગ એક વર્ષ પહેલા પણ કહી હતી. તેણે મુંબઈ પોલીસ દ્વારા સલમાન ખાનને પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો. મેં કહ્યું હતું કે, સલમાન ખાને બિકાનેરના બિશ્નોઈ મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, પરંતુ આજ સુધી તેણે આવું કર્યું નથી. અહંકાર જ માણસને મારી નાખે છે. રાજા રાવણ પણ આ અહંકાર ખાઈ ગયો હતો અને હવે સલમાનનો નંબર છે.


 ગેંગસ્ટરનું કહેવું છે કે તે બહુ જલ્દી આ ઘટનાને અંજામ આપવાનો છે. તે જ સમયે, આ મામલો શાંત પણ થયો ન હતો કે ગયા શનિવારે બપોરે, સલમાનના ઓફિશિયલ ઇ-મેલ પર ધમકીભર્યો મેલ આવ્યો.

ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદ્રા પોલીસે આ મામલે આઈપીસીની કલમ 506 (2), 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.                   

એક્ટરને મોકલવામાં આવેલા આ ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે... 



ગોલ્ડી ભાઈને તમારા બોસ સલમાન સાથે વાત કરવી છે. તેણે કદાચ ઈન્ટરવ્યુ (લોરેન્સ બિશ્નોઈ) જોયો જ હશે પણ જો ન જોયો હોય તો કહી દેજો જોઇ લે. મેટર ક્લોઝ કરવી હોય તો વાત કરાવી દેજો, ફેસ ટુ ફેસ કરવી હોય તો જણાવી દેજો. હવે સમય રહેતાં જણાવી દીધું છે, ફરી વખત ઝાટકો જ જોવા મળશે.

આ પ્રકારના ઇ-મેલે એક્ટરના ફેન્સની ઉંઘ ઉડાવી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે, સલમાન ખાનની ફેમિલી આ ઇમેલને કારણે ગભરાયેલી છે. એક્ટરની ફેમિલી અને તેની ટીમનો દરેક સભ્ય આ મામલે ગંભીર છે. તેની સેફ્ટીને લઇન કોઇ ચૂક ન થઇ શકે.

રિપોર્ટ મુજબ ભાઇજાનને મારવાની નવી ધમકીઓએ પરિવારની ચિંતા વધારી દીધી છે. જો કે, તેમને પોલીસ પર ભરોસો છે. સિક્યોરિટીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એક્ટરની ટીમને કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાંક દિવસો માટે તે કોઇપણ પ્રકારના ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સથી દૂર રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application