સલમાન ખાને એપી ધિલ્લોને આપી ચેતવણી, કહ્યું- 'ધ્યાન રાખજો, મારે આવવાની જરૂર ન પડે...'

  • August 06, 2024 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન અને એપી ધિલ્લોનના ઓલ્ડ મની ગીતની દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ગીતનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. સલમાન ખાન ગાયક એપી ધિલ્લોનને ચેતવણી આપતો જોવા મળે છે. સલમાન ખાન અને એપી ધિલ્લોનને સાથે જોવા ખૂબ જ રસપ્રદ છે. જો ગીતનું ટીઝર આવું છે તો આખું ગીત કેવું હશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાને આ ગીતનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.


ઓલ્ડ મનીનું ટીઝર શેર કરતી વખતે સલમાન ખાને લખ્યું - ઓલ્ડ મની 9 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સલમાન ખાનને આ સ્ટાઈલમાં જોઈને તેના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે. તેઓ તેમની પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.


ચાહકોએ કરી કોમેન્ટ

સલમાન ખાનની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- સલ્લુ ભાઈ રાજા છે. એકે લખ્યું- કંઈક નવું આવી રહ્યું છે. ઘણા ચાહકોએ પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે.


આ છે ટીઝર



​​​​​​​

ટીઝરમાં કોઈ આવે છે અને એપી ધિલ્લોનને ઉઠાડે છે અને તે બંને તૈયાર થઈને જવા લાગે છે. રૂમમાંથી નીચે આવતા જ સલમાન ખાન કારની બાજુમાંથી બહાર આવે છે અને પૂછે છે કે ક્યાં જઈ રહ્યા છો. એ પછી એપી કહે ભાઈ અડધા કલાકમાં આવી. તેના પર સલમાન કહે છે કે ગઈ વખતની જેમ મારે આવવાની જરૂર ન પડે. તે પછી  છેલ્લા એપિસોડમાં  એપી ધિલ્લોન જોરથી હસતા જોવા મળે છે.


બ્રાઉન મુંડે ગીત પછી એપી ધિલ્લોન ફેમસ થઇ ગયા હતા. તેમનું આ ગીત એટલું વાયરલ થયું હતું કે દરેકના હોઠ પર આ એક જ ગીત હતું. સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સિકંદરમાં જોવા મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application