તહેવારોની સિઝનનો પ્રારંભ થયો છે.બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે.જૂનાગઢમાં વધુ નફો મેળવવાની લ્હાયમાં કોસ્મેટીકની વિવિધ ડુપ્લીકેટ ચીજોનું વેચાણ શરૂ થયું છે.જવાબદાર તંત્ર ચકાસણી કરવા ઊંઘી રહ્યું છે.પરંતુ શહેરના કોસ્મેટિકના ડીલર દ્વારા કરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં અનેક વેપારીઓને ત્યાંથી ડુપ્લીકેટ ચીજો ઝડપી નકલીના નામે અસલી ચીજોના વેચાણનો પદર્ફિાશ કરી જાગૃતિ દશર્વિી છે.
નવરાત્રીનો તહેવાર પૂર્ણ થવામાં છે.દિવાળીના તહેવાર શરૂ થવામાં બે સપ્તાહ બાકી રહ્યા છ્ે. શહેરમાં ઘરવખરી અને સાફ સફાઈ માટે વિવિધ કોસ્મેટીક સહિતની ચીજ ખરીદીનો પ્રારંભ થયો છે.પરંતુ શહેરમાં ખરીદીની મુખ્ય બજાર એવી દાણાપીઠમાં હોલસેલ દુકાનોમાં સાબુ શેમ્પૂ અને કોસ્મેટિકની અનેક પ્રોડક્ટ બજાર કરતાં સસ્તા ભાવે વેચાતી હોવાની માહિતી મળતા શહેરના અગ્રણી જાગૃત ડીલર દ્વારા વેપારીઓને ત્યાં તપાસ કરતા અનેક દુકાનોમાં ડેટોલ સાબુ, હાર્પિક ટોયલેટ ક્લીનર, કોલીન,હેર રીમુવર સહિત અનેક ભળતા નામે ડુપ્લીકેટ ચીજો મળી આવી હતી.ડીલરની જાગૃતતાના કારણે ડુપ્લીકેટ ચીજોનો મોટો જથ્થા મળી આવ્યો છે.
આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ અનેક સ્થળોએ ડુપ્લીકેટ ચીજો પગ કરી ગઈ છે.જેથી લોકોના આરોગ્યને નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી.જેથી જવાબદાર તંત્ર ચકાસણી કરે તો વધુ ડુપ્લીકેટ મુદ્દામાલ ઝડપવાની શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના અનેક વેપારીઓ બિલ વગરનો અને ડુપ્લીકેટ માર્કો, લગાવી સસ્તા ભાવે માલ વેચી તગડો નફો કમાઈ રહ્યા છે.પરંતુ જવાબદાર તંત્ર દ્વારા તપાસની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લેભાગુ વેપારીઓને નફો કમાવવા છૂટો દોર મળી જાય છે અને નામાંકિત કંપ્નીના નામે ડુપ્લીકેટ કંપ્નીનો માલ ધાબડી રહ્યા છે.
જેથી તંત્ર આળસ મરડી તપાસ હાથ ધરે તો હજુ પણ અનેક વેપારીઓને ત્યાંથી ડુપ્લીકેટ ચીજોનો મુદ્દામાલ ઝડપાવવાની શક્યતા નકારી શકાતી નથી. જેથી દિવાળી પૂર્વે તંત્ર મુખ્ય બજારમાં નિયમિત તપાસ કરે તેવી પણ લોકો માટ્ક માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech