સલાયાનાં વહાણની મધદરિયે જળ સમાધિ : 12 ખલાસીઓનો બચાવ

  • December 05, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ખરાબ હવામાનના કારણે મધદરીયે ફસાયુ : ઈમેલ દ્વારા જાણ કરતા મુંબઈથી વેસલ્સ રેસ્કયુ માટે નીકળી


સલાયાના રહેવાસી સુલતાન ઇસ્માઇલ સુંભણીયાની માલિકીનું -2178 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું અલ પીરાને પીર નામનું વહાણ બે દિવસ પહેલા પોરબંદરથી જનરલ કાર્ગો ભરી અને ઇરાનનાં બંદર અબાસ પોર્ટે જવા નીકળ્યું હતું. જેમાં 12 લોકો ટંડેલ સહિત સવાર હતા. આ વહાણ નીકળ્યા બાદ  સવારે 8 વાગ્યા આસપાસ ખરાબ હવામાનને લીધે મધદરિયે ફસાયું હતું.જેના લીધે વહાણ ડૂબવા લાગતા ત્યાંથી સમાચાર મળતા ઇન્ડિયન સેલીંગ વેસલ્સ એશિશિયેશનનાં સેક્રેટરી આદમ ભાયા દ્વારા મુંબઈને ઈમેલ મારફતે જાણ કરતા તુરંત આં ખલાસીઓને બચાવવા મુબંઈથી વેસલ્સ નીકળી અને તમામ ખલાસીઓને બચાવ્યા હતા.


તેમજ આં ખલાસીઓને બચાવી અને આદમ ભાયાને જાણ કરાઇ હતી. આ તમાંમ ખલાસીઓને કાલ સુધીમાં પોરબંદર લઈ આવશે એવી જાણ કરાઇ છે.આ વહાણ ખરાબ હવામાનના લીધે ડૂબ્યું હોવાનું બહાર આવેલ છે. સલાયામાં આં વહાણ ડૂબવાના સમાચાર મળતાં વહાણવટી ભાઈઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.


આ વહાણમાં નીચે મુજબના સલાયાના ખલાસીઓ સવાર હતા. જેમને  એ બચાવી લીધા છે. આ વહાણ ડૂબવાના લીધે વહાણ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું છે. જાણવા મળેલ વિગત મુજબ આં વહાણનો વીમો પણ નાં હોઈ વહાણ માલિકને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

વહાણમાં સવાર ખલાસીઓમાં ગની વલીમામદ ચંગડા, અબ્દુલ ઇસાક કક્લ, અબાસ નુરમાંમદ સંઘાર, અસગર તાલબ સુંભનીયા, આમદ સતાર સીદી, હુસેન ગની ચંગડા, અકીલ ગની ચંગડા, સલીમ દાઉદ રાજા, મામદ હારૂન મોદી, ઇશાક આમદ થૈયમ, ઇમરાન ઇસ્માઇલ ભાયા, રજાક આમદ ધેજનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application