સલાયાના ન્યુઝપેપર એજન્ટના પુત્રને મારી નાંખવાની ધમકી

  • April 10, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મામલો પોલીસ મથકે પહોચ્યો: પિતા-પુત્ર સાથે ઝઘડો કરતો શખ્સ

જામસલાયાના ન્યુઝપેપર એજન્ટના પુત્રને નજીવી બાબતે મારી નાખવાની ધમકી એક શખ્સે આપી હતી, બંને પિતા-પુત્ર સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો, દરમ્યાન આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને મામલો પોલીસ મથકે પહોચ્યો છે, આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
ખંભાળીયાના સલાયા ખાતે રહેતા ન્યુઝ પેપર એજન્સી ધરાવતા કિશોરભાઇ દામોદરભાઇ લાલ (ઉ.વ.૭૨)એ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ અરજી આપી છે, જેમાં જણાવ્યા મુજબ આજે સવારે ૮-૩૦ વાગ્યે સલાયા જકાતનાકા પાસે તેઓ બસ સ્ટેન્ડમાં બેઠા હતા ત્યારે સલાયા મેઇન બજારમાં રહેતા ભાવેશ જગજીવન મોદી ત્યાં પોતાની મારુતીવેન ગાડી લઇને નીકળેલ અને અરજદારને જોઇને ગાડી ઉભી રાખેલ અને તારો દિકરો સુમિત કયાં ગયો ? તેમ કહી જેમ તેમ બોલવા લાગેલ અને થોડીવારમાં સુમિત ત્યાં આવતા ભાવેશે ગાડીમાં બેઠા બેઠા સુમિત સાથે બોલાચાલી કરી, ગાળો કાઢી હતી.
અરજદાર બંને પિતા-પુત્ર સાથે બોલાચાલી અને ઝઘડો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ સુમિતને અહીં ઉભોરે ધિરાને બોલાવી આવું છું એ પછી ભાવેશ વેન લઇ આવેલ અને તેની પાછળ ધીરજ કાંતીલાલ પણ આવેલ જે કંઇ બોલેલ નહી અને ભાવેશ ગાડીમાંથી ધોકા જેવું કોઇ હથિયાર લાવેલ અને મારા પુત્રને ધમકી આપેલ આજુ બાજુના માણસો ભેગા થઇ જતા વેન લઇને નાશી ગયો હતો. આથી ભાવેશ જગજીવન મોદી સામે ધોરણસર ફરીયાદ લઇ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે.
**
દ્વારકામાં દંપતિ ઉપર હુમલો કરી, મારી નાખવાની ધમકી
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં આવેલા ખુશાલ નગર ખાતે રહેતા અલાઉદ્દીન ઓસમાણ ભેસલિયા નામના ૨૪ વર્ષના યુવાન તથા તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા સલીમ ઓસમાણ, અબ્બાસ ઓસમાણ, હનીફ ઓસમાણ અને આસબાઈ ઓસમાણ નામના ચાર શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી અલાઉદ્દીન ઓસમાણ ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૨૨, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
**
નિકાવા ગામમાં બે શેઢા પાડોશીઓ વચ્ચે તકરાર
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં વાડીના શેઢે લોખંડ ની વાડમાં વીજ પ્રવાહ ચાલુ કરવાના મામલે બે શેઢા પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી એક ખેડૂત ઉપર  પાડોશી ખેડૂત પિતા પુત્ર એ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કાસમ ભાઈ હુસેનભાઈ પતાણી નામના ખેડૂતે પોતાના ઉપર લાકડાના ધોકા, પાઇપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં જ વાડી ધરાવતા મુકેશ વાલજીભાઈ રાંક અને વાલજીભાઈ અંબાભાઈ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પિતા-પુત્ર કે જેઓ પોતાની વાડીના શેઢે લોખંડની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા, જેથી પાડોશી ખેડૂત કાસમ ભાઈએ વિજ પ્રવાહ ચાલુ કરવાની ના પાડતાં  બંને પિતા પુત્ર ઉશ્કેરાયા હતા, અને આ હુમલો કરી ધમકી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application