સજીવાએ નજીવાને ઘડ્યો, પછી કહે મને કૈંક દે

  • April 09, 2024 12:02 PM 

શ્વર અંગે જે કશું કહેવાયું છે અને જે કશું કહેવાશે તે બધું જ કલ્પના માત્ર છે. ઈશ્વરને પામી શકાય, તેને કલ્પી ન શકાય. છતાં, માનવીની સૌી સામાન્ય કલ્પના ઈશ્વર છે. આ જગતમાં જો કોઇ બાબતે સૌી વધુ કલ્પના ઇ હોય તો તે ઇશ્ર્વર છે. અન્ય કોઇપણ ચીજ વિશે આટલી કલ્પના ઇ ની, વાની ની. જગતનો દરેક માણસ જેની કલ્પના કરતો હોય તેવી એકમાત્ર બાબત ઈશ્વર છે. આસ્તિક હોય કે નાસ્તિક કે પછી સાવ અબુધ, દરેક પાસે ઈશ્વર વિશે એક કરતાં વધુ કલ્પનાઓ છે. આ કલ્પનાઓ દ્વારા તે ઈશ્વરનું એક રૂપ મનમાં ધારી લે છે. એ રૂપ બદલાતું રહે, સુધરતું રહે, બગડતું રહે. પોત પોતાના અભ્યાસ, બુધ્ધિ, ક્ષમતા અને ક્રિએટિવિટી મુજબ દરેકની ઈશ્વરની કલ્પના બને. જેણે વધુ જાણ્યું હોય, જેનામાં વધુ કલ્પનાશક્તિ હોય તે મનમાં વધુ સારી મૂર્તિ બનાવે. પણ બનાવે તો મૂર્તિ જ. વેદાંત કવિ અખો, અખેરાજ સોનારો કહી ગયો છે, સજીવાએ નજીવાને ઘડ્યો, પછી કહે મને કૈંક દે. અખો ભગત તો એમ જ પૂછે, તારી એક ફૂટી કે બે ? ઈશ્વર વિશે લખનાર મોટાભાગના કવિઓ ભક્ત હોય. ભક્તિમાં ભજનો લખે. પણ, જ્ઞાની કવિ ઓછા મળે. ગુજરાતમાં જ્ઞાની કવિઓની એક આખી વણજાર ઇ ગઈ. એ મોટાભાગના અખાની પંગતના હતાં, વેદાંતિ. જેમણે ભક્તિ નહીં, જ્ઞાન દ્વારા ઈશ્ર્વરને પામવાનો માર્ગ બતાવ્યો.

સાંખ્યને સેવનારા જ્ઞાનીઓ કયારેય માની ની શકતા કે ઈશ્વરને ભક્તિી જાણી, મેળવી શકાય. સામા પક્ષે ભક્તોને પલ્લે એ વાત ની પડતી કે પરમાત્માને માત્ર બુધ્ધિી કેમ સમજી શકાય ? ભારતીય દર્શનમાં વેદ પછી ઉપનિષદો આવ્યા. એ ચિંતન સાંખ્યનું ચિંતન હતું. પરમતત્વને બુધ્ધિી જાણવાનો પ્રયાસ કરનાર હતું. સગુણ સાકાર નહીં, ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે એવી વિભાવના વેદાંતકાળમાં મજબૂત બની. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, કેટલાય અન્ય ધર્મોએ પણ પરમાત્માને નિર્ગુણ નિરાકાર ગણ્યો છે. પરબ્રહ્મની વ્યાખ્યામાં એ જે ફીટ બેસે છે. ઈશ્વર જો સર્વ શક્તિમાન, સાર્વત્રિક અને કાલાતિત હોય તો તે સગુણ હોવો સંભવ ની. ગીતામાં કૃષ્ણએ ખુદ કહ્યું છે કે નિર્ગુણ તરીકે મને પામવો એ બહુ જ મુશ્કેલ છે. કારણકે દેહધારીઓ માટે અવ્યક્ત સ્વરૂપની કલ્પના કરવી મુશ્કેલ છે. કૃષ્ણ માનવમનના ખરા જાણકાર હતા. તે સમજતા હતા કે માણસ કલ્પનાના આધારે જીવનાર પરની છે. કલ્પના વગર માણસ જીવી શકે નહીં. અને નિર્ગુણમાં કલ્પના કરી શકતી ની. કલ્પનાી કેમ છૂટવું? પરમાત્મા એવું નામ પડે કે તરત માનસપટ પર એક મૂર્તિ ખડી ઇ જ જાય. રામને માનતા હોય તેના મનમાં હામાં ધનુષબાણ લઈને ઉભા હોય એવા રામનું ચિત્ર આવે, કૃષ્ણને માનતા હોય એના મનમાં નટખટ કૃષ્ણ હજારોમાંી એક રૂપે આવે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં ઈશ્વરનો કોઈ આકાર કલ્પવામાં આનાી આવ્યો છતાં એનું નિરૂપણ કરતી વખતે તે સ્વર્ગમાં રહે છે અને પ્રકાશપુંજ જેવા છે એવા શબ્દો વપરાયા હોય તો મનમાં તેજપુંજનું ચિત્ર બને. મન કલ્પના કર્યા વગર રહી જ શકાતું ની. રહી શકે જ નહીં.
માણસે પરબ્રહ્મનું નિરૂપણ પોતાની કલ્પના પ્રમાણે કર્યું છે અને એમાં ગોાં ખાઈ ગયો છે. સાકાર-નિરાકારમાં અટવાઈ ગયો છે. મૂર્ત અને અમૂર્તમાં, દ્વૈત અને અદ્વૈતમાં ગુંચવાઈ ગયો છે. એક જ ઈશ્ર્વર કે અનેક એમાં ગોટે ચડી ગયો છે. ઈશ્વર ન કલ્યાણકારી હોઈ શકે કે ન એ દંડ આપનાર હોઈ શકે. એના માટે કલ્યાણ અને વિધ્વંશ બંને સમાન હોય. એના માટે પાપી અને પૂણ્યાત્મા સમાન જ હશે પણ એ પાપીને એનાં પાપનાં ફળ ભોગવતાં બચાવશે નહીં અને પૂણ્યાત્માને એકસ્ટ્રા ફેવર નહીં કરે. ભગવાન કાંઈ માણસ ની કે ભેદ કરે. તેને કોઈ અપેક્ષા ની. તે જો માણસ હોય તો હિસાબ રાખે. એ પ્રમાણે ફળ આપે. ઈશ્ર્વર માણસ જેવો ની. એવો ઈ પણ શકે નહીં. એ તો સર્વી પર છે. એ ઇવું ન ઈચ્છે કે ભક્ત એની ભક્તિ કરે. ગીતામાં કૃષ્ણએ એવું ની કહ્યું કે મારી આંધળી ભક્તિ કરનાર ભક્ત મને ગમે છે. એણે તો કહ્યું છે કે જેના માટે સારું અને ખરાબ, મારું અને તારું બધું જ સમાન છે તે ભક્ત મને પ્રિય છે. પરમાત્માને કોઈ મારું કે તારું ની. કોઈ પોતાનું કે પારકું ની. એ સર્જન પણ કરે છે અને સંહાર પણ કરે છે. સર્જનમાં એને આનંદ ની આવતો કે દુ:ખ ની તું એ જ રીતે સંહારમાં એને દુ:ખ ની તું કે આનંદ ની આવતો. એ ક્યારેય કશાી લિપ્ત તો ની. એટલે એને દ્વેષ કે પ્રીતિ ન હોઈ શકે.

એક સુંદર વાર્તા છે. વાર્તા જ છે પણ સાચી લાગે એવી છે. ઈશ્વર પહેલાં દૃશ્યમાન હતો. બધા એને જોઈ શકતા એટલે માણસો નાની એવી વાતે ભગવાનને પરેશાન કરતા રહેતા. રોજેરોજના માણસોના ત્રાસી કંટાળીને પરમાત્માએ માણસી છૂપાઈ જવાનું નક્કી કર્યું. એણે આસપાસના અનુચરોને પૂછયું કે માણસી છૂપાવું ક્યાં જઈને ? મેં કરેલું આ માનવ નામનું સર્જન એવું જબ છે કે મને સાતમા પાતાળમાંી પણ શોધી કાઢશે. બહુ ચર્ચા પછી એક ડાહ્યા અનુચરે યુક્તિ બતાવી કે ભગવાને માણસના હૃદયમાં છુપાઈ જવું જોઈએ. માણસ બધે શોધશે પણ પોતાની અંદર ખોજ નહીં કરે. ઈશ્વરને આ આઈડિયા પસંદ પડી ગયો અને માણસના દિલમાં છુપાઈ ગયો. ત્યારી માણસ તેને પોતાના હૃદય સિવાય બધે જ શોધે છે.

ઈશ્વરને ધર્મ સો કશી જ લેવાદેવા ની. તેનો કોઇ ધર્મ ની. તેનો કોઇ સંપ્રદાય ની. મહાભારતમાં કૃષ્ણએ કહ્યું છે, મારો કોઇ ધર્મ ની. પરમાત્માનો કોઇ ધર્મ કેમ હોઇ શકે ? પરમાત્મા કોઇ ધર્મનો હોઇ જ કઇ રીતે શકે ? આપણે જે ધર્મોના આધારે ઈશ્વર સુધી પહોંચવા નિકળ્યા છીએ અને ઈશ્વરે પોતાના સુધી આવવાના સત્તાવાર વાહનો તરીકે માન્ય રાખ્યા હશે ખરાં ? પોતાની તરફ આવવા માટેના રસ્તાઓની આવડી મોટી જાળ જોઇને એ વગર આકારે હસતો હશે ને ? નિરાકાર હાસ્ય કેવું હોઇ શકે ? એને તું હશે કે આ રસ્તાઓ સાવ સીધા હોવા જોઇએ એને બદલે આટલા વાંકાચૂંકા, અરે ગોળ ગોળ ફરીને ગુંચવાયેલા, ઉતરાયણ પછી ગુંચવાઇ ગયેલી પતંગની દોરી જેવા કેમ છે ? દોર કો સુલઝા રહા હું ઔર સીરા મિલતા નહીં. તુમ એક ગોરખધંધા હો. માણસે જે ઘડ્યું છે તે ભગવાનને પણ આશ્ચર્યમાં મુકનાર બની ગયું છે. વાંક માણસનો ની. એણે સમજવા અને સમજાવવા માટે જે કશું કર્યું તે ગુંચવાતું ગયુ. પરમાત્મા શું છે તે સમજાવવા માટે પારેલો શબ્દોનો પારો એવો ગુંચવાયો કે તેમાંથી બહાર નિકળવાનું અસંભવ બની ગયું. અચિંત્યને ચિંતવાના પ્રયાસમાં આ યું. પણ માણસની હિંમતને દાદ આપવી પડે. જેને વિચારવો કે કલ્પના કરવી સંભવ ની એના વિશે અઢળક વિચાર્યું, વિચારતો રહેશે. અને, એ સિવાય માણસ કરી પણ શું શકે ? ઈશ્વરને જાણવાની તલબ જો એનામાં મૂકવામાં આવી છે. જ્યાં સુધી મુમુક્ષુ ભગવાન વિશેની પોતાની માન્યતાઓી મુક્ત ન ાય ત્યાં સુધી તેને પામવો મુશ્કેલ છે અને કલ્પનાઓી મુક્ત ઇ ગયા પછી માણસ માટે મજા શું રહે? માનવીનો બધો આનંદ કલ્પનામાં જ સમાયો છે, વાસ્તવિકતા તો પીડા આપનાર જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News