કોસ્ટગાર્ડના શહીદ જવાનોને સજળ નયને અપાઇ શ્રધ્ધાંજલિ

  • October 19, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં દોઢ મહિના પહેલા સમુદ્રમાં ‘હરિલીલા’નામની શીપમાંથી ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બચાવવા માટે જઇ રહેલ કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેસ થતા ત્રણ જવાનો મૃત્યુ પામ્યા હતા તેથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પોરબંદર માચ્છીમાર બોટ એસો. દ્વારા શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો હતો.
આજથી એક માસ પૂર્વ પોરબંદર નજીકના દરિયામાં શીપ ક્રૂ મેમ્બરને બચાવવા માટે ગયેલુ ઇન્ડીયન કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેસ થયુ હતુ. જેમાં કુલ ત્રણ જવાનો શહીદ થયા હતા.આ શહીદ જવાનોને પોરબંદર માછીમાર બોટ એસો. દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દુર્ઘટના સમયે એક જવાનનો મૃતદેહ લાપતા બન્યો હતો. 
એક માસ બાદ માછીમારની જાળમાં  જવાનનો નશ્ર્વર દેહ મળી આવ્યો હતો. તે તે માછીમાર પ્રત્યે કોસ્ટગાર્ડના જવાનોએ આભારની લાગણી વ્યતિ કરી હતી.
પોરબંદરના દરિયામાં ગત માસે દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થવાનો બનાવ બન્યો હતો. જેમાં ભારતીય કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા. 
જેમાંના પાઇલટ રાકેશકુમાર રાણાનો મૃતદેહ દરિયામાં લાપતા બન્યો હતો. એક માસ બાદ વીર જવાનના શરીરના અવશેષો સમુદ્રમાંથી મળ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડના જણાવ્યા મુજબ સન્માનપૂર્વક કોસ્ટગાર્ડના કમાન્ડન્ટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોરબંદરથી ૪૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં ગત ૨ સપ્ટેમ્બરની મોડી રાત્રિના બચાવ રાહત કામગીરી માટે ગયેલુ કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થતા ત્રણ જવાનો શહીદ થયા હતા. એક માસ પૂર્વે દરમિયાન એક ક્રૂને બચવા માટે કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર મદદે પહોંચ્યુ હતુ. તે દરમ્યાન કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થયુ હતુ. જેમાં કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ વિપિનબાબુ અને કરણસિંહ, પ્રધાન નાવિકના નશ્ર્વર અવશેષો ૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ મળી આવ્યા હતા. જ્યારે કમાન્ડન્ટ રાકેશકુમાર રાણાનો મૃતદેહ ૩૮ દિવસ બાદ મળી આવ્યો હતો. 
હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોને પોરબંદર માછીમાર બોટ એસો. દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કોસ્ટગાર્ડના ડી.આઇ.જી. પંકજ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ પોરબંદર માછીમાર બોટ એસોના પ્રમુખ મુકેશભાઇ પાજરી સહિતના માછીમાર આગેવાનો અને માછીમાર ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોસ્ટગાર્ડના શહીદ જવાનોને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ તકે કોસ્ટગાર્ડના ડી.આઇ.જી. પંકજ અગ્રવાલે શહિદ જવાનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને જણાવ્યુ હતુ કે શીપ ક્રૂ મેમ્બરને બચાવવા માટે કોસ્ટગાર્ડના જવાનોએ પોતાના જીવનુ બલિદાન આપ્યુ. વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે માછીમારો અને કોસ્ટગાર્ડ એકબીજાના પૂરક છે. આજે કોસ્ટગાર્ડના શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી અને દુ:ખની લાગણી વ્યકત કરી સાંત્વના આપી છે.
 તો માછીમાર બોટ એસોના પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ એવુ જણાવ્યુ હતુ કે માછીમારોની સુરક્ષા માટે સતત ચિંતિત કોસ્ટગાર્ડના જવાનો ફરજ દરમ્યાન શહીદ થયા છે. ત્યારે માછીમાર સમાજ પણ દુ:ખની લાગણી અનુભવે છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ન બને તે માટે ઇશ્ર્વર પાસે પ્રાર્થના કરીએ છીએ અને શહીદ જવાનોના આત્માને ઇશ્ર્વર શાંતિ આપે તેવી પ્રાર્થના માછીમાર સમાજ દ્વારા કરવામાં આવી હતી.
માછીમારની જાળમાં મળી આવ્યો હતો કમાન્ડન્ટનો મૃતદેહ
હેલીકોપ્ટર ક્રેસ થવાની ઘટના કમાન્ડન્ટ રાકેશકુમાર રાણા લાપતા બન્યા હતા. કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષા એજન્સી દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. અંતે પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરી રહેલી ગીતા નામની બોટના ખલાસી હિતેશ રમન અરોદરીયા નામના માછીમારની જાળમા મૃતદેહ મળી આવ્યો હતો. 
આથી તેમણે તુરત સુરક્ષા એજન્સીને જાણ કરી હતી. આ રીતે લાપતા કોસ્ટગાર્ડના જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રધ્ધાંજલિના કાર્યક્રમ કોસ્ટગાર્ડના ડી.આઇ.જી. પંકજ અગ્રવાલે ખલાસી અને બોટ માલિકનો આભાર વ્યકત કર્યો હતો. અને સહુ ઉપસ્થિતોએ સજળ નયને મૃતક જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News