મને શોધતા નહીં મારે એકલું જીવવું છે કહી ૧૭ વર્ષની સગીરા ઘરેથી લાપતા

  • September 23, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વાવડી વિસ્તારમાં રહેતા આધેડ પોતાની ૧૭ વર્ષની દીકરી ઘરેથી લાપતા થયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ પણ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વાવડી વિસ્તારમાં રહેતા આધેડે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગત તારીખ ૧૮૯ ના રોજ સાંજના સમયે ફરિયાદી કામ પર જવા નીકળ્યા હતા અને તેમની પત્ની અને પુત્રી ઘરે હતા. દરમિયાન સાતેક વાગ્યે પત્નીનો ફોન આવ્યો કે, હત્પં ઉપરના માળે ગઈ હતી ત્યારે દીકરી કરે એકલી હતી. ત્યારબાદ હત્પં નીચે આવતા તે દરવાજો ખોલતી ન હતી જેથી ફરિયાદી તુરતં ઘરે આવ્યા હતા અને બીજી ચાવીથી દરવાજો ખોલતા ઘરમાં દીકરી જોવા મળી ન હતી તેમજ ફરિયાદીની પત્નીનો મોબાઇલ પણ જોવા મળ્યો ન હતો. જેથી આ મોબાઈલ પર કોલ કરતા ફોન બધં આવતો હતો બાદમાં ફોન લાગતા દીકરીએ કહ્યું હતું કે, મને શોધતા નહીં મારે એકલું જીવવું છે આમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ અવારનવાર પ્રયત્ન કરવા છતાં ફોન લાગ્યો ન હતો આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસતા દીકરી ચહેરા પર દુપટ્ટો બાંધી જતી હોવાનું નજરે પડું હતું.
પરિવારે પ્રથમ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ અંતે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસ એ અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે. બનાવા અંગે વધુ તપાસ પી.એસ.આઇ કે.એચ. કારેણા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News