ઘરેથી ભાગી ગયેલી સગીરાને ઓટો ડ્રાઈવરે પોતાની ચંગુલમાં ફસાવી પહાડીઓ પર ગુજાર્યો બળાત્કાર

  • September 27, 2024 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓટો ડ્રાઈવરે ઘરેથી ભાગી ગયેલી સગીરાને પોતાની જાળમાં ફસાવીને તેને ઘરે જવાનું કહી પહાડીઓ પર લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો.

પનગર પોલીસ સ્ટેશનના અજય બહાદુર સિંહના જણાવ્યા અનુસાર, બિહારની રહેવાસી 17 વર્ષીય સગીર ઘરેથી ભાગીને જબલપુર સ્ટેશન પહોંહચી હતી. આ પછી તે આસપાસ ભટકતી હતી અને તીન પત્તી ચોક પહોંચી હતી. સગીરા પાસે ખાવા માટે પૈસા નહોતા. આ દરમિયાન દેવરી પાનગરના રહેવાસી ઓટો ડ્રાઈવર અનુજ કેવટે સગીરાને ખાવા માટે ઘરે જવાનું કહ્યું. સગીરાને ભૂખ લાગી હતી, તેથી તે ઓટો ડ્રાઈવર સાથે તેના ઘરે જવા સંમત થઈ હતી.


ડ્રાઈવર યુવતીને ઓટોમાં પનગર લઈ ગયો અને રાત થઈ ગઈ હોવાથી તેને એક નિર્જન ટેકરી પર લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ઓટો ચાલકના ચુંગાલમાંથી છટકીને પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઓટો ડ્રાઈવર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને પીડિત યુવતીના પરિવારજનોને જાણ કરી છે. કોર્ટના આદેશથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application